Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ધોરાજીમાં લોટી ઉત્સવ યોજાયો

ધોરાજી : પટેલ સમાજ પાર્ટી પ્લોટ ખાતે લોટી ઉત્સવ અને રાસ ઉત્સવની ઉજવણી પ્રસંગે હવેલીના બાવાશ્રી પ.પુ.પ્રમોદબાવાશ્રી પધારેલ અને આ તકે રમેશભાઇ ધડુક, લલીતભાઇ રાદડીયા, વી.ડી.પટેલ, હરસુખભાઇ ટોળીયા, વિપુલભાઇ ઠેસીયા, જયસુખભાઇ ઠેસીયા, અરવિંદભાઇ વોરા, કાંતીભાઇ જાગાણી, બાબુભાઇ જાગાણી તેમજ નરસીભાઇ રાખોલીયા, હરકિશન માવાણી, રાકેશભાઇ રાખોલીયા, કાંતીભાઇ જાગાણી, મુનાભાઇ બાલઘા, રણછોડભાઇ હિરપરા, મનસુખભાઇ સાવલીયા, વિશાખાબેન વઘાસીયા, હેમતભાઇ પાનસુરીયા, નીતીનભાઇ જાગાણી, જગદીશભાઇ, કલ્યાણજીભાઇ, ધર્મેશભાઇ કારીયા, ગીરીશકુમાર રાજપરા, સુરેશભાઇ લાઠીગરા, નરેન્દ્રભાઇ બેરા, વર્ષાબેન અંટાળા સહિતના હજારો વૈષ્ણવો હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. પૂ.બાવાશ્રીને હાર પહેરાવેલ. બાવાશ્રી સર્વ કલ્યાણના આર્શીવચન આપેલ હતા અને રાસોત્સવમાં અને લોટી ઉત્સવમાં સર્વે વૈષ્ણવોને નરશીભાઇ રાખોલીયાએ આવકારેલ હતા. લોટી ઉત્સવમાં મંચ ઉપર બાવાશ્રી તથા મહાનુભાવોની તસ્વીર.

(12:15 pm IST)