Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જોડીયા રામવાડીમાં હનુમાન જયંતિની ઉજવણી

જોડીયાધામમાં ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટીર- ''રામવાડી''માં આજ રોજ શ્રી હનુમાન જયંતિના પાવન પર્વે શ્રી જયોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજ દાદાના પાવન સન્મુખ સુંદરકાંડની પ્રત્યેક ચોપાઇ દ્વારા પાંચ કુંડનો ''હોમાત્મક યજ્ઞ'' યોજાયેલ હતો. જેમાં સાધક ભાઇઓ - બહેનોએ લાભ લીધો હતો સવારના પૂજન વિધી હિરેનભાઇ વડેરાએ કરેલ હતી. તેમજ બપોરના ઢોલ-નગારાના શંખોદ્વારા સાથે મહાઆરતી યોજાયેલ તેમજ મહાપ્રસાદ યોજાયેલ સાંજે બટુક ભોજન યોજાયું હતું.

(12:14 pm IST)