Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

જસદણના ચીફ ઓફિસર મકવાણાની બદલીની હિલચાલ?: પ્રજાને શું સમજવું?

 જસદણ તા. ર૦ :.. નગરપાલિકાના નવ નિયુકત કાર્યદક્ષ ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણાની કેટલાંકે બદલીની હીલચાલ આદરી હોવાની વાત સોશ્યલ મીડીયામાં ફેલાણી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકીય દબાણને કારણે આ વાત સાચી ઠરશે ખરી ? સરા જાહેર થયેલી વાતમાં જસદણમાં ત્રણ માસ પહેલા ચાર્જ સંભાળનારા મકવાણાએ આવતા વેંત પારદર્શક કામગીરી કરતાં કેટલાંક ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલાઓને પેટમાં તેલ રેડાતાં તેમણે આ ચીફ ઓફીસરની બદલી થાય. એવી રજૂઆત કરી ે.

મકવાણાએ જે બાંધકામો થયા એમાં જગ્યા છોડી ન હોય પાર્કીંગની વ્યવસ્થા ન કરી હોય એવા ને મંજૂરી આપી નથી. આ ઉપરાંત નબળા અને ગેરકાયદે કામોના લાખો રૂપિયાના બિલો અત્યાર સુધી. રાજકારણીઓ મંજૂર કરાવતાં જેમાં સજ્જડ બ્રેક અને પાલિકાના અધિનીયમ મુજબ જ કામો કરતાં હોય ત્યારે સ્વાભિક છે કે ગેરકાયદે કામ. કરનારાઓને પેટમાં દુઃખે આવી વાતો સોશ્યલ મીડીયામાં ચમકી છે.

જસદણ પાલિકામાં ભાજપના ર૩ સભ્યો ચૂંટાયા છે. જેમાં કેટલાંક સભ્યોએ ગેરરીતિ અંગે વારંવાર બુમબરાડા છેલ્લા દોઢ વર્ષથી પાડે છે. વળી પાછા એક માંડવે બેસી જાય છે. ત્યારે કરવેરા ભરનાર પ્રજાએ શું સમજવું ? હાલ તો એવી સ્થિતી છે.

(12:12 pm IST)