Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ચિત્રામાં ઝાડ સાથે લટકીને ફાંસો ખાધો

ભાવનગર તા. ર૦ :.. ભાવનગરનાં ચિત્રા જીઆઇડીસીમાં મહિલાએ ઝાડ સાથે લટકી ગળાફાંસો ખાઇ આપઘાત વહોરી લીધો હતો.

મળતી વિગતો મુજબ શહેરનાં ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં સબ સ્ટેશન પાછળ આવેલા ખીજડાનાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં ડી. ડીવીઝન પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

દરમ્યાન મૃતક મહિલા શીલ્પાબેન રામદેવભાઇ સોલંકી ઉ.રપ રહે. સરગવાડી - ધોળાનું હોવાનું ખુલવા પામ્યુ છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(12:12 pm IST)