Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

કસ્ટમ, ડીઆરઆઈ, જીએસટીના કેન્દ્રીય એજન્સીઓના કચ્છના પીપી તરીકે કલ્પેશ ગોસ્વામીની નિયુકિત

ભૂજ, તા. ર૦:  કેન્દ્ર સરકારની એજન્સીઓ કસ્ટમ, ડીઆરઆઈ અને સીજીએસટી ના અદાલતી કેસો માટે ભુજના યુવાન ધારાશાસ્ત્રી કલ્પેશ ગોસ્વામીની પબ્લિક પ્રોસિકયુટર તરીકે નિયુકિત કરાઈ છે. અત્યારે કલ્પેશ ગોસ્વામી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે કાર્યરત છે. પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ઉપરાંત નલિયા કાંડ માં તેઓ રાજય સ્પેશિયલ પ્રોસિકયુટર તરીકે નિયુકત થઈ ચૂકયા છે. તો, સી,આઈ,ડી, ક્રાઇમ, એસીબી જેવી રાજયની એજન્સીઓ તેમ જ કસ્ટમ, ડીઆરઆઈ જેવી કેન્દ્ર સરકારની એજન્સીઓના તેઓ વકીલ રહી ચૂકયા છે. તો, ફેમા કેસ, કોફેપાસા જેવા કેસોમાં પણ તેઓ કેન્દ્રીય એજન્સીઓ તરફથી મહત્વની કામગીરી અને રજુઆત કરી ચુકયા છે. બે દાયકાનો અનુભવ ધરાવતા કલ્પેશ ગોસ્વામી નાની ઉંમરે જ મોટું કાઠું કાઢી ચુકયા છે. તેમને નવી નિયુકિત બદલ ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે. (તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૯૮૮૯૬૬).

(12:10 pm IST)