Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

ટંકારા-પડધરી વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી કામગીરી ઓરપેટ સંકુલથી થશે

ટંકારા તા.૨૦: ટંકારા પડધરી વિધાનસભા મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી અંગેની કાર્યવાહી ટંકારામાં ઓરપેટ સંકુલ માંથી થશે.

ટંકારા-પડધરી અને મોરબી તાલુકાના ગામોનો સમાવેશ છે. તેમાં ૨૯૯ પોલીંગ બુથ છે. તેમાં મહિલાઓ સંચાલિત, સખી બુથ એમ.પી. દોશી વિદ્યાલય, ટંકારા તાલુકા શાળા, મોરબી રવાપર ખાતે બે તથા પડધરી ખાતે એક મતદાન મથક છે.

મિતાણા ગામે દિવ્યાંગ સંચાલિત પોલીંગ બુથ થશે તેમાં ચૂંટણીની તમામ કામગીરી દિવ્યાંગો કરશે.

ચંૂટણી અધિકારી એચ.જી.પટેલ મામલતદાર બી.કે. પંડયા તથા ચૂંટણી સ્ટાફ દ્વારા બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ તથા વી.વી.પેટ મશીનની સીલીંગની કામગીરી હાથ ધરાયેલ. તે સવારના ૬ વાગ્યા થી શરૂ થઇ રાત્રીના રાા વાગ્યે પૂર્ણ થયેલ. ર૯૯ બુથના તથા ૨૭ ટકા એકસ્ટ્રા મળી ૩૬૦ યુનિટને સીલ મરાયેલ.

ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા દિવસ-રાત કામગીરી થઇ રહેલ છે. મતદાર માટેની સ્લીપોનું વિતરણ ચાલુ છે. શાંતિપૂર્ણ રીતે વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરાયેલ છે.(

(12:07 pm IST)