Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

સાંજે ગોંડલ, જેતપુર, રાત્રે ધોરાજીમાં રૂપાલાની સભા

રાજકોટ, તા. ૨૦ :. ભારત સરકારના કૃષિ રાજ્ય મંત્રી અને તળપદી શૈલીના લોકપ્રિય વકતા શ્રી પરસોતમ રૂપાલા આજે સાંજે પોરબંદર લોકસભા વિસ્તારમાં ભાજપના પ્રચારાર્થે આવી રહ્યા છે. આજે સાંજે ૬.૩૦ વાગ્યે ગોંડલમાં ચોરડી દરવાજા ઉદ્યોગ ભારતી પાસે, સાંજે ૭.૩૦ વાગ્યે જીમખાના મેદાન જેતપુરમાં અને રાત્રે ૮.૩૦ વાગ્યે આઝાદ ચોક, ધોરાજી ખાતે તેઓ જાહેરસભા સંબોધશે. શ્રી રૂપાલા પાર્ટીના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતભરમાં ઘુમી રહ્યા છે.

(12:06 pm IST)