Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીઃ હનુમાન ચાલીસાઃ સુંદરકાંડના પાઠઃ પ્રસાદ

 શ્રી સોમનાથ મંદિર ખાતે પૌરાણીક હનુમાનજી મંદિર આવેલ છે, આજરોજ હનુમાન જયંતિ નીમીત્ત્।ે ભકતો ભગવાન સોમનાથ જીના દર્શન સાથે હનુમંત કૃપા પ્રાપ્ત કરે તેવા શુભાશયથી વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રાતઃ હનુમાનજી મહાપૂજન કરવામાં આવેલ જેમાં ટ્રસ્ટના એકઝીકયુટીવ ઓફિસર તથા અધિકારી કર્મચારીઓ જોડાયા હતા. વિશેષ શૃંગાર કરવામાં આવેલ હતો, સોમનાથ ધુનમંડળના માલીબેન તેમજ સાથી વૃંદ દ્વારાઙ્ગસુંદરકાંડ પાઠઙ્ગકરવામાં આવેલ, સાથેઙ્ગઋદ્રી મંડળના બ્રાહ્મણો દ્વારાઙ્ગહનુમાનચાલીસા પાઠ કરવામાં આવેલ, હનુમાનજીની આરતીઙ્ગ કરવામાં આવેલ આ પ્રસંગે ધુન મંડળના બહેનોનુ સન્માન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સાથે જ યાત્રીકોને પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. આ આયોજનનો લાભ બહોળી સંખ્યામાં ભકતજનોએ લીધો હતો.

(10:02 am IST)