Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિરે ભક્તોનો ઘોડાપુર ;વહેલી સવારથી ભાવિકો ઉમટ્યા

મંદિરના દરવાજો ખુલતા દાદાના દર્શન માટે પડાપડી હનુમાનજી જયંતી પર્વે આખો દિવસ મંદિર ખુલ્લુ

 

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મદિર ખાતે હનુમાન જયંતીને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વહેલી સવારથી દાદાના દર્શન માટે લોકોની પડાપડી જોવા મળી છે. હનુમાન જયંતીને લઈ આજે મંદિરમાં અલગ અલગ પ્રકારના આયોજન કરાયા છે.

સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે સવારથી દાદાના દર્શન માટે ભક્તોની લાઇન જોવા મળી હતી. જેવા મંદિરના દરવાજો ખૂલ્યા કે, લોકો દાદાના દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા. આજે હનુમાનજી જયંતી હોઈ આખો દિવસ મંદિર ખુલ્લુ રહેવાનું છે

(12:26 am IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • રાહુલ ગાંધીનો ૨૧ એપ્રિલનો કાર્યક્રમ રદઃ રાહુલ નહિ આવે ગુજરાત : અન્ય રાજયોમાં પ્રચારને કારણે વ્યસ્ત હોવાથી નહિ આવે ગુજરાત access_time 4:01 pm IST

  • વિવાદીત મામલે મધુ શ્રીવાસ્તવ વિરૂધ્ધ પગલા નથી લેવાયાઃ ચુંટણી અધી.ની કામગીરીથી ચુંટણી પંચ નારાજ ખુલાશો માંગ્યો access_time 4:00 pm IST