Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

પોરબંદરમાં ઝુંપડપટ્ટીના બાળકોને ખોડખાંપણવાળા બનાવીને ભીખ મંગાવવાનું રાક્ષસી કૃત્યઃ મા બાપ દ્વારા ખાસ પ્રકારનો નશીલા પદાર્થ સુંધાડતા બાળક માઇકાંગલો બની જાયઃ તરફડતી હાલતમાં ભીખ માંગવા માટે છોડી દેવાય છેઃ ચોપાટી પાસે ઝુંપડપટ્ટીમાં વસતા ૩૦ થી ૩૫ પરિવારોમાં કૃત્યઃ ટીવી ચેનલમાં રીપોર્ટ બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તપાસ

પોરબંદરઃ દારૂના નશામાં વ્યકિત ભાન ભૂલે છે અને કુટુંબની બરબાદીને નોતરે છે ચોપાટીમાં ઝુંપડપટીમાં રહેતા ૩૦-૩૫ પરિવારોમાં બાળકોના મા-બાપ કામ ધંધો કરતા નથી અને પેટીયુ રળવા બાળકોને ખાસ પ્રકારના નશીલા પદાર્થી સુંધાડીને ખોડખાપણવાળા બનાવીને ભીખ માંગવા માટે છોડી દેવાય છે

બાળકોને મા-બાપ દ્વારા જુની સાઇકલની ટયુબ સાથે કપડુ બાંધીને પેટ્રોલ-ડીઝલનું મીશ્રાણ નાખી એકદમ ઘસીને ખાસ પ્રકારનો નશીલા પદાર્થ ભેળવીને સુંધાડતા છોકરો બેભાન જેવો બની જાય છે સમયાંતરે આ નશીલા પદાર્થ સુંધાડતા બાળક માઇકાંગળો બની જાય છે તરફડીયા માઢે તેવી સ્થિતિ બાળકની થઇ જાય છે

આવી હાલતમાં બાળકોને જાહેર સ્થળો, આનંદ મેળા લોક મેળામાં મોકલી મા-બાપ પૈસા મેળવે છે આવા બાળકોના મા-બાપ પણ નશો કરવાની ટેવ ધરાવે છે  અને જે માટે તેના બાળકોનું બાળપણ ઝુંટવી રહ્યા છે મા-બાપનો  સંપર્ક કરતા તેઓ નશો કરેલી હાલતમાં જોવા મળેલ હતા.

બાળકો પાસે ભીખ મંગવવાના કૃત્યનો ટીવી ચેનલ ઉપર રીપોર્ટ પ્રસારિત થતા મુખ્યમંત્રી કાર્યલયમાંથી  પ્રવકતા દ્વારા તપાસ શરૂ થયાંની ચર્ચા છે  અને પોરબંદરના ટીવી રીપોર્ટર પાસેથી વિગત જાણી હતી. પોરબંદર જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક નગરપાલિકાના ચીફ ઓફિસર આ અંગે તપાસ કરીને બાળકોને ન્યાય અપાવવા સજાગ બને તેવું લોકો ઇચ્છી રહેલ છે.

(9:08 pm IST)