Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

કણઝા ખોડિયાર મંદિરના પૂજારીનું અવસાનઃ ત્રણેય પુત્રીઓએ કાંધ આપી

ઉપરોકત તસ્વીરમાં  પિતા વસંતભાઇને કાંધ આપતી ત્રણેય પુત્રી અને ઇન્સેટ તસ્વીરમાં સ્વ વસંતભાઇનો ફાઇલ ફોટો નજરે પડે છે. (તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

જુનાગઢ તા.૨૦: વંથલી તાલુકાના કણઝા ગામે આવેલ પ્રસિધ્ધ ખોડિયાર માતા મંદિરના પુજારી વસંતભાઇ રતિલાલ વ્યાસ ઉ.વ. ૫૫નું ગઇકાલે તા.૨૦ને ગુરૂવાર રોજ અવસાન થયેલ.

એકપણ પુત્ર ન ધરાવતા આ ભુદેવ પુજારીને તેમની પુત્રીઓએ કાંધ આપી હતી. અને અગ્નિસંસ્કાર વિધિ સંપન્ન કરાવી જીવનના અંત સુધી પુત્રની ખોટ સાલવા દિધી નહતી. આ અંગે બ્રહ્મ યુવા સંગઠન જુનાગઢના યુવા અગ્રણી દેવાંગ વ્યાસે જણાવ્યું હતું કે વંથલી તાલુકાના કણઝા ગામે સુપ્રસિધ્ધ ખોડિયાર માતાનુંમંદિર આવેલ છે. આ મંદિર માં વસંતભાઇ વ્યાસ નામના ૫૫ વર્ષીય ભુદેવ છેલ્લા ૧૫ વર્ષથી માતાજીની સેવા પુજા આરાધના કરી રહ્યા હતા.

વસંતભાઇ અને તેમના પત્નિ ભાવનાબેન ને સંતાનમાં પ્રિયાબેન, માનસીબેન અને વિધાબેન નામે ત્રણ દિકરીઓજ હતી.

જોકે આ વ્યાસ દંપતિએ ત્રણેય દિકરીઓનો ઉછેર દિકરાની જેમજ કર્યો હતો અને એરીતે તેમણે દિકરા દિકરીનો ભેદભાવ મિરાવી દિધો હતો જયારે દિકરીઓએ પણ હમેશા દિકરાઓની જેમજ હમેશા પિતાની પડખે ઉભી રહી હતી અને દરેક કામમાં મદદ રૂપ થતી.

દરમ્યાન એક દિકરીને લગ્ન કરી સાસરે વળાવી દેવામાં આવી હતી જો કે ગઇ કાલે વસંતભાઇએ અંતિમ શ્વાસ લીધા હતા ત્યારબાદ તેમની ત્રણેય દિકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી અને અગ્નિ સંસ્કાર વિધી સંપન્ન કરાવી હતી આમ જીવનના અંત સુધી ત્રણેય દિકરીઓએ પિતાને દિકરાની ખોટ સાલવા દિધી નહતી અને દિકરા દિકરીનો ભેદ મિટાવી દિધો હતો.   (૩.૧૫)

(2:45 pm IST)