Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

રામ મંદિર માટે રૂપિયા - ઈંટો ઉઘરાવીને આપ્યાઃ કેન્દ્રમાં સ્પષ્ટ બહુમતી હોવા છતાં રામ મંદિર ન બનતા ડો. તોગડીયાએ આંદોલન કર્યુઃ પરેશ ધાનાણી

ધોરાજીમાં વિરોધ પક્ષના નેતાના ભાજપ સામે પ્રહારો

ધોરાજી તા.૨૦ : ધોરાજીના ધારાસભ્ય લલીતભાઇ વસોયા ને ત્યાં ટુંકી મુલાકાતે આવેલા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપને ઉધડા લીધા હોય જે અંગે તોગડીયાના આંદોલન અંગે ભાજપ સામે તીખી પ્રતિક્રિયા આપેલ હતી.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો ની એક મુલાકાતમાં તીખી પ્રતીક્રિયા આપતા જણાવેલ કે ભુતકાળમાં રામ મંદિરના નામે રૂપિયા અને ઈંટો ઉઘરાવી VHPના ડો. પ્રવિણ તોગડીયાએ પ્રશ્ન ઉઠાવતા નરેન્દ્રભાઇ મોદીના ખોળે ધર્યો પણ ભાજપના સ્પષ્ટ બહુમતી હોવાછતાં રામ મંદિર ન બન્યુ...અને રામ મંદિર પ્રશ્ને ડો. તોગડીયાએ પ્રશ્ન ઉઠાવતા ભાજપના પેટમાં તેલ રેડાયુ... અને તોગડીયાએ અમદાવાદમાં ઉપવાસ આંદોલન રામ મંદિરના હિસાબ બાબતે બેસવાની ફરજ પડી

જમ્મુ કાશ્મીર બાબતે બોલતા પરેશ ધાનાણીએ જણાવેલ કે નલીયાના નિર્ભયાને ન્યાય ભાજપ અપાવી શકયા નહી આજે મહિલાઓની અસલામતીઓ વર્તાઇ રહી છે. અને ભારતીય જનતા પાર્ટી સત્તાના ં અહંકાર વચ્ચે  સવીધાનનું દિન દહાડે લોકશાહી મૃતપાય થાય તાનાશાહીનો જન્મ થાય એવો વહેવાર કરી રહી છે. જે અંગે ભાજપ સામે તીખી પ્રીક્રિયા આપી હતી.

આ સાથે ધોરાજી શહેરના કોંગ્રેસના હોદ્દેદારો ધારાસભ્ય લલીત વસોયા કોંગ્રેસ શહેર પ્રમુખ જગદીશ રાખોલીયા - નગીનભાઇ વોરા - દિનેશભાઇ ટોપીયા  - અમિતભાઇ નવીવાલા- મકબુલભાઇ ગરાણા - કાશમભાઇ કુરેશી - રફિકબાપુ કેરમવાળા - ગોપાલભાઇ સલાટ - ચિરાગભાઇ વોરા - વિઠ્ઠલભાઇ હિરપરા - ભાવેશભાઇ બાબરીયા - તેમજ ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો સાથે ઔપચારિક બેઠક લીધી હતી. અને આવનાર ૨-૧૯ ની લોકસભાની ચુંટણી અંગે કામે લાગી જવા પરેશ ધનાણીએ આહવાન કરેલ હતુ.

(1:00 pm IST)