Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

મોરબીમાં સફાઇના નામે મીંડુચોતરફ ગંદકીના ગંજથી રોગચાળાની ભિતી

પાલિકા ના વિપક્ષી કોંગી સદસ્યોએ સતાધીશોની નિષ્ક્રિયતા સામે ઉઠાવ્યા સવાલો

મોરબી, તા.૨૦: મોરબી નગરપાલિકા વિસ્તારમાં સ  છે અને પાલિકાના વહીવટી અણ આવડત અંગે સવાલો ઉઠાવ્યા છે.

મોરબી નગરપાલિકાના કોંગ્રેસના સદસ્ય પ્રીતીબેન સરડવા અને કે.પી. ભાગિયાએ શહેરમાં ગંદકીના વધતા ગંજ મામલે શાસક પક્ષ પર સવાલો ઉઠાવ્યા છે જેમાં જણાવ્યું છે કે શહેરના અનેક વિસ્તારોમાં જાહેર રોડ પર કચરા પેટી મુકવામાં આવી છે આ કચરા પેટીમાં કચરો મહિનાઓ સુધી પાલિકાના વાહનો લેવા આવતા ના હોવાથી કચરાના મોટા ઢગલાઓ જોઇને વહીવટકર્તા ઢ છે કે શું તેવી લોકમુખે ચર્ચા જોવા મળી રહી છે. આ સમગ્ર દોષનો ટોપલો રોજમદાર સફાઈ કામદારોના શિરે નાખી કોન્ટ્રાકટરોએ વાહનોની હાલત ખરાબ કરી છે તેવું રટણ કરે છે અને વાહનોનું મેન્ટેનંસ ખર્ચ ઉદ્યરાવતી વેળાએ આ ભંગાર વાહનોનો ખ્યાલ ના આવ્યો કે પછી ટકાવારી આપી એટલે આંખ આડા કાન કર્યા તેવા સવાલો પણ ઉઠાવ્યા છે.તો નગરજનોની વાચા આપી કાયમી નક્કર ઉકેલ આવશે ખરો? તેવો અણિયારો સવાલ કયો હતો.

(12:57 pm IST)