Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ધોરાજી- ઉપલેટા- જામકંડોરણા પંથકમાં ગેરકાયદે ખનીજ ખનન અટકાવવા ખાસ કર્મચારીની ટીમને રાત્રી ફરજ

ધોરાજી તા. ર૦ :.. ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં ભાદર, વેણું, મોજ સહિતની નદીઓમાંથી ગેરકાયદે ખનીજ ખનન અને ખનીજખોરોએ માથું ઉંચકતાં ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોષીએ આવી ગેરકાયદેર પ્રવૃતિઓ ડામી દેવા માટે ખાસ અધિકારીઓને રાત્રી દરમિયાન ફરજ સોંપી ખાસ ઝુંબેશ ચલાવવા આદેશ કરતા ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

રાત્રીના ૯ થી પ કલાક સુધી ખાસ અધિકારીની ટીમ બનાવી છે જે ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા પંથકમાં કાર્યરત રહેશે. રાત્રી દરમિયાન કોઇપણ નાગરીક આ ત્રણ તાલુકામાં કયાંય અનધિકૃત રીતે ખનીજ - ખનન થતું હશે તેની માહિતી નિશંકોચ આપી શકે અને તાત્કાલીક એકશન લેવાઇ તે માટે ત્રણેય તાલુકામાં ટીમ સજ્જ કરી છે.

જેમાં ૧૯-૪-૧૮ નાં એસ. એ. ખીમાણી મો. ૯૮રપ૭ ૯ર૮ર૬, કે. એ. પરમાર અને  તુષારભાઇ નાઇ રહેશે. તા. ર૦-૪-૧૮ ઉપલેટા માટે બી. પી. બોરખતરીયા ૯૮રપ૯ ૩૦૭પ૪, આર. આર. વસાવા અને એસ. જે. પટેલ ની ટીમ રહેશે. ર૧-૪-૧૮ ઉપલેટા, એમ. વી. કરંગીયા, ૯૭રપ૪ ૧૭૬૦૬, બી. આર. જાડેજા રર-૪-૧૮ ના ડી. એન. કંડોરીયા, એમ. કે. પરમાર, ઉધરેજા, ર૩-૪-૧૮ ઉપલેટા-આર. ડી. જાડેજા, આર. કે. સોલંકી, એ. આર. પરમાર, ર૪-૪-૧૮ ઉપલેટા, ડી. બી. વાઢેર, ટી. જે. પંચાસરા, રપ-૪-૧૮ ઉપલેટા માટે ડી. એન. સુવા, પી. પી. કાનગડ - ધોરાજી-જામકંડોરણા માટે ૧૯-૪-૧૮ ના આર. જી. લુણાગરીયા, એન. એલ. વાઘેલા, ટી. કે. ગામોટી ર૦-૪-૧૮ બી. ટી. ઉંઘાડ, બી. આર. મારડીયા, એચ. કે. હુંબલ, ર૧-૪-૧૮ આર. એન. કંડોરીયા, એમ. વી. જાડેજા, સી. બી. કાનગડ, રર-૪-૧૮, એન. જી. રાદડીયા, પી. કે. રાઠોડ, બી. કોડીયાતર, ર૩-૪-૧૮ બી. વી. ગોંડલીયા, કે. આર. ઓડેદરા, એમ. કે. વઢવાણા, તા. ર૪-૪-૧૮ ના એચ. એ. પરમાર, પી. જી. સુખડીયા, કે. જે. બગ્ગા, રપ-૪-૧૮ જી. ડી. નંદાણીયા, જે. એમ. નથવાણી, અને એન. એચ. સોમૈયા, ઉપરોકત ટીમ મામલતદારોનાં માર્ગદર્શન હેઠળ તા. ૧૯ થી રપ ખાસ ઝૂંબેશ ચલાવશે. અને રાત્રીનાં કોઇ અરજદારની ફરીયાદ અન્વયે તાત્કાલીક અસરથી કાર્યવાહી કરે અને ખનીજ ચોરી અટકાવે તે માટે પ્રાંત અધિકારી તુષાર જોષીએ ખાસ હુકમો બજાવ્યા હતાં. (પ-૧પ)

(12:55 pm IST)