Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગોંડલમાં ૪૦ લાખની ચોરી કરનાર તસ્કર ગેંગ ૩ દિવસના રિમાન્ડ પર

ચોરી પુર્વે તે જ રાત્રે તસ્કર ગેંગે મોલમાં રેકી કરી'તી

રાજકોટ, તા. ૧૯ : ગોંડલના બસ સ્ટેન્ડ પાસે  કોલેજીયન મોલમાં  ૪૦ લાખની ચોરી કરનાર તસ્કર ટોળકીને કોર્ટે ૩ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.   પ્રાપ્ત વિગતો મુજબ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ કોલેજીયન મોલમાં ૪૦ લાખની ચોરી કરનાર તસ્કર ગેંગના સુલેહ મહમદભાઈ ઓઢેજા રહે. ભગવતપરા, અરબાજ ઉર્ફે અરૂભાઈ ઈસ્માઈલભાઈ ખીરાણી રહે. દેવપરા ગોંડલ, મોહીન ઉર્ફે કુકો ગફારભાઈ બાલાપરીયા રહે. મૌવીયા રોડ ગોંડલ તથા અજરૂદીન ઉર્ફે અજુબાપુ અનવરમીંયા કાદરી રહે. મોવીયા રોડ ગોંડલને પી.આઈ. કે.એન. રામાનુજ, પી.એસ.આઈ. બી.એલ. ઝાલા, પી.એસ.આઈ. જે.બી. મીઠાપરા તેમજ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. જે.એમ. ચાવડાની ટીમે ઝડપી લીધા હતા. પકડાયેલ તસ્કર ગેંગના ઉકત ચારેય શખ્સોને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૩ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. આ ચોરીની ટીપ મોલમાં જ નોકરી કરનાર મોહીને આપી હતી. તેમજ ચોરી પુર્વે મોહીન અરબાજ અને મુખ્ય સુત્રધાર અબ્દુલ બાદશાહ સહીતના શખ્સોએ રાત્રે મોલમાં રેકી કરી હતી. પોલીસે મુખ્ય સુત્રધાર અબ્દુલ બાદશાહની શોધખોળ હાથ ધરી છે.

(11:50 am IST)