Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

અમદાવાદના તબીબની મહેનત સફળઃ ઉનાના વાજડી ગામના ત્રણ સુમો બાળકનું ૧૨-૧૨ કિલો વજન ઘટી ગયુ

ઉના તા.૨૦: દેશભરમાં ચમકેલા ઉના તાલુકાના વાજડી ગામના નંદવાણા  પરિવારની એક દીકરી અને બે દીકરા મેદસ્વીપણાને કારણે દિન-પ્રતિદિન વધતા વજન અને શરીરે બેડો ળ હાલતના કારણે માતા-પિતિા પરેશાન બની ગયા હતા. આ શ્રમિક મજૂર વર્ગના કુટુંબ આર્થિક રીતે અતિ ગરીબ હોય અને તેના ત્રણ સંતાનો મેદસ્વીતાના કારણે વધુ ખોરાક માંગતા હોય એક તરફ સામાન્ય સ્થિતિમાં ચાર સંતાનો અને પતિ-પત્ની સહીત ૬ વ્યકિતનો ભરણપોષણની જવાબદારી નિભાવવી કે પછી બાળકોની સારસંભાળ અને સારવાર પાછળ દોડવું કઠીન જવાબદારી નિભાવતા વાજડી ગામના રમેશભાઇ નંદવાણાના આ બાળકોની હકીકતો બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન આરોગ્ય અધિકારીઓને દોડતા કરી આ બાળકોના મેડિકલ ચેકઅપ અને સારવિારનો ખર્ચ સરકાર ઉઠાવશે. તેવું જાહેર કર્યા બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તેને રજા અપાઇ હતી.

 આ પરિવારના મોભી રમેશભાઇ નંદવાણાએ મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ  કાર્ડ કઢાવેલ હોય તે પણ યોજના શરૂ થઇ ન હતી તે ૨૦૧૦ના વર્ષનું અપાતા બાળકોને લઇ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતા સારવાર ન મળેલ અને ત્યારબાદ એક તરફ બાળકોના વધી રહેલા વજનના કારણે તેને પડતી મુશ્કેલી જોઇ ન શકનાર રમેશભાઇ નંદવાણાએ એક સમયે પોતાના બાળકો સાથે જિંદગી ટુંકાવી લેવા મોતને વાલુ કરવાનો વિચાર અને નિર્ણય લઇ લીધો હતો. પરંતુ તેના હાથમાં એક ડોકટરની બુક આવતા અને તેમાં બેરિયાટીક સર્જરી દ્વારા વજન ઘટાડી શકાય છે આ વાચતા આ ડોકટર પાસે એક વખતે પોતાના બાળકો સાથે જવાનો નિર્ણય કરતા છેલ્લા ચાર વર્ષમાં સરકારે વાતો કરી ફોટા પડાવ્યા પણ બાળકોની સ્થિતિમાં કહી ફેર ન પડતા આખરે અમદાવાદ એસજી હાઇવે પર આવેલ એસીવન બેરિયાટીક હોસ્પિટલના ડોકટર મહેન્દ્ર નરવરૈયા પાસે પહોંચી ગયેલ અને ડોકટરનું પણ દિલ બાળકોની પરિસ્થિતિ જોઇ દ્રવી ઉઠ્યુ હતુ. અને એક પણ પૈસો લીધા વગર બન્ને બાળકોના વિનામુલ્યે ઓપરેશન કરી આપવા ખાતરી આપતા તા.૬-૩-૨૦૧૮ના ૭૬ કિલોની યોગીતા તેમજ ૮૨ કિલોની અમીશાને બન્ને બાળકોના શરીરમાં બેરિયાટીક સર્જરી કરી નવી જીંદગી આપી હોય તેમ આજે આ બન્ને બાળકો સંપૂર્ણ પણે તંદુરસ્ત હોય અને તેના શરીરનો વજન ૧૨-૧૨ કિલો ઘટી જતા હળવાફૂલ બની ગયા હતા.

(11:44 am IST)