Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને બીલ ન ભરતા ૮ દિ'થી ટેલીફોન બંધ

જેતપુર તા. ર૦ :.. આજના સમયમાં ફોન અતિ મહત્વનું સાધન બની ગયું છે. તેમાં પણ જયારે ઇમરજન્સી સેવાનો ફોન હોય તે જો બંધ થઇ જાય તો કેવી મુશ્કેલી પડે પોતાનો મોબાઇલ જો ૧ કલાક બંધ થઇ જાય તો લોકો ઉકળી ઉઠે છે ત્યારે તાલુકા પોલીસનો ફોન છેલ્લા ઘણા દિવસથી બીલ ન ભરવાને કારણે બંધ થયેલ છે. તેમાં બીલ ન ભરવાના કારણે ફોન બંધ કરવામાં આવ્યો હોવાનો મેસેજ વાગે છે.

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન છેલ્લા અંદાજીત ૮ દિવસથી બંધ થયો છે. સામાન્ય રીતે કોઇ ફોલ્ટ થયો હોવાના કારણે ફોન બંધ થાય તે વ્યાજબી છે. પરંતુ પોલીસનો ફોન બંધ થાય તે અતિ ગંભીર કહેવાય પરંતુ આ વખતે કોઇ ફોલ્ટના કારણે નહિ પરંતુ ફોનનું બીલ ન ભરાવાના કારણે બંધ થયેલ છે. દરેક બનાવ વખતે ફોન કરવાનો થયો હોય ફોન બંધ થઇ જતા દરેક લોકો હેરાન થઇ ગયેલ છે.

કોઇ ઇમરજન્સી બનાવ જો બને અને પોલીસનો ફોન બંધ હોય તો શું થાય. 'ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા' જેવુ બને ઘટના બની જાય પછી પોલીસને જાણ થાય અને આવે. સરકારી ઓફીસનું બીલ શા માટે નથી ભરાયુ ? કે કોઇ અન્ય કારણોસર નથી ભરાયું. પરંતુ આ ફોન અહી મહત્વનો હોય તાત્કાલીક બીલ ભરાઇ ચાલુ થાય તે ખાસ જરૂરી છે. જેથી તેની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે.

(11:40 am IST)