Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ધારીના ખોડીયાર ડેમમાં બે મહિના ચાલે તેટલું પાણી

અમરેલી તા. ૧૯ : આંબરડી સફારી પાર્કની બાજુમાં અને ગળધરા ખોડીયારના ધરાની ઉપરવાસમાં આવેલા સૌરાષ્ટ્રનાં સૌથી ઉંડા એવા ખોડીયાર ડેમના પાણીને પીવા માટે આરક્ષીત રખાયા બાદ ધારીના ખોડીયાર ડેમમાં બે મહિના ચાલે તેટલું પાણી છે. અને હાલમાં ખોડીયાર ડેમમાંથીને ચલાલા નગરપાલિકાની પ૦ હોર્સપાવરની મોટર ૨૪ કલાક ચાલુ રહે છે. ખોડીયાર ડેમનું પાણી અમરેલીને પણ વર્ષોથી મળતું હતું.

આ વખતે આંબરડી સફારીપાર્ક પાસે પાણીની પાઇપલાઇનને વનતંત્રની મંજૂરી ન મળતા તેનો વ્યવહાર ઉકેલ કાઢવામાં આવ્યો છે. અમરેલીને આપવાનું પાણી ઇશ્યરીયા સંપમાંથી અમરેલીને વધારે અપાય છે અને તેના બદલામાં ખોડીયાર ડેમેથી પાણી વિસાવદર મોકલાય છે તે મોટર પણ ૨૪ કલાક ચાલુ રહે છે. હાલમાં ખોડીયાર ડેમમાં પાણી ૪૭.૮૦ ફૂટ છે તેની ઉંડાઇ કુલ ૭૫ ફૂટ છે હાલમાં પાણીનું લેવલ સાતેક દિવસે એક ફૂટ ઉંડુ ઉતરી રહયું છે અને તે આગળ જતા ચાર– પાંચ દિવસે એક ફૂટ ઉંડુ ઉતરતું રહેશે જો કે ડેમમાં ત્રીસેક ફૂટ તો કાંપ હોવાનો અંદાજ છે જેથી પાણીની ખરી સપાટી ૧૭ થી ૧૮ ફૂટ ગણી શકાય પણ, છેલ્લા ૨વર્ષથી ખોડીયાર ડેમમાંથી ઉનાળા દરમિયાન માટી અને કાંપ ઉલેચાતા ત્યાં આ વખતે પાણી ભરાયેલું રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડીયાર ડેમનું પાણી ભરાયેલંુ રહેતા ધારીને ભૂગર્ભજળમાં મોટો ફાયદો રહયો છે અને આપતિ વખતે અમરેલી અને હવે ચલાલાને પણ ખોડીયારના પાણી આર્શિવાદ રૂપ સાબિત થઇ રહયા છે. ખોડીયાર ડેમમાં ચાંચઇ, પાણીયાથી શરૂ થતી શેત્રુંજી નદીનાં નીર ઉપરાંત આજુબાજુની  અનેક નદી નાળાનંુ પાણી ગીરના જંગલમાંથી ઠલવાય રહયું છે.

(11:37 am IST)