Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઉનાના પાતાપુરમાં સોનુ ઉજળુ કરવાના બહાને છેતરપીંડી કરતાં પરપ્રાંતિય યુવાન ઝડપાયો

ઉના તા. ર૦ :.. તાલુકાના પાતાપુર ગામે દાગીના ચમકાવાને બહાને સોનુ ઉતારી લેતા પરપ્રાંતીય યુવાનની ગામ લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.

એક મહિલાનો ૩૧ ગ્રામનો સોનાનો ચેન ૧પ ગ્રામ થઇ જતાં ૧૬ ગ્રામ સોનુ ઉતારી લીધુ ૧ શખ્સ નાસી ગયો.

પાતાપુર ગામે ખેતીનો વ્યવસાય કરતા ગોકળભાઇ દોમડીયાનાં ઘરે બપોરના સમયે બે પરપ્રાતીય શખ્સો સોનુ ચમકાવવા, વાસણો ચમકાવી દેવા આવેલ અને મુકતાબેન ગોકળભાઇનાં ઘરે જઇ પ્રથમ તાંબા, પીતળના વાસણો ત્થા ભગવાનની મૂર્તિ, ચાંદીના છત્ર ચમકાવી દીધેલ અને સોનાના દાગીના ચમકાવા છે. તેમ કહેતા મુકતાબેને ૩૧ ગ્રામનો સોનાનો ચેન ચમકાવા આપતાને જુદા જુદા કેમીકલ પ્રવાહીમાં ચમકાવી પરત આપતાં વજન ઓછુ લાગતા મહિલાએ બુમો પાડતાં એક શખ્સ નાસી ગયો હતો.

જયારે ૧ પકડાઇ જતાં તેને દોરડા વડે બાંધી વાહન મારફત ઉના પોલીસ સ્ટેશને લાવતા તેમણે તેનું નામ કનૈયાદાસ હોવાનું બિહાર રાજયનું જણાવેલ હતું સોનાના ચેનનું વજન કરાવતા ૧પ ગ્રામ થયુ હતું તેથી ૧૬ ગ્રામ સોનું ચાલાકીથી ઉતારી લીધાનું પોલીસને જણાવેલ છે. પોલીસે શખ્સની અટકાયત કરી તેમના સાથે કોણ હતું અને પકડાયેલનાં સાચા નામ - સરનામાની પુછપરછ કરી રહ્યા છે.

(11:37 am IST)