Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ઉનામાં શિશુ જનની યોજના માત્ર નામનીઃ સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી નહીં

ઉના તા. ૨૦ : સરકારી હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ના હોવાથી સગર્ભા મહિલાઓને બહાર સોનોગ્રાફી કરાવી પડે છે.

ગરીબ મહિલાઓને ફરજીયાત બહાર પ્રાઇવેટ માં સોનોગ્રાફી કરવા મજબૂર બનવું પડે છે એક તરફ સરકાર શીશુ જનની સુરક્ષાના નામે યોજના ચલાવે છે. જેમાં સગર્ભા મહિલા ને પ્રેગ્નન્સીની શરૂઆતના તબકકાથી લઇને બાળકનો જન્મ થાય ત્યાં સુધીની તમામ સુવિધા આપવામાં આવે છે પરંતુ ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકા માં સોનોગ્રાફી ની સુવિધા નથી અને ગરીબ મહિલાઓ પૈસા ના અભાવે તે કરાવતી નથી જેના કારણે સગર્ભા મહિલા અને બાળક બને ની જાન ખતરામાં રહે છે. ઉના બ્લોક હેલ્થ ઓફિસરનો આ બાબતે સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે ઉના બ્લોક ઓફીસે પ્રાઇવેટ ડોકટર સાથે કરાર કરેલ અને તે માર્ચ માં પૂરો થઈ ગયો છે ત્યારે દર પેસેન્ટ દીઠ ૩૯૦ રૂપિયા ચાર્જ અપાતો હતો હવે એટલા ભાવ માં કોઈ ડોકટર રાજી નથી તો સવાલ એ થાય છે કે આટલા રૂપિયા પ્રાઇવેટ ડોકટરને આપવા કરતા સોનોગ્રાફી મશીન ઉના સરકારી હોસ્પિટલને આપવામાં આવે તો તમામ પ્રશ્નો નો નિકાલ આવી શકે એમ છે પરંતુ એના માટે ઈચ્છા શકિતની જરૂર પડે છે. ગરીબ દર્દી આજે પ્રાઇવેટમાં જઇને સોનોગ્રાફી કરાવે તો પછી આ શિશુ જનની યોજનાનો કોઈ મતલબ જ નથી રહેતો તો બીજી તરફ ઉના સરકારીમાં રોજ ૩૦ થી વધુ મહિલા બતાવા આવે છે અને રોજ ૧૦ થી વધુ ડિલિવરી થાય છે તેમજ દર ગુરુવારે ૧૫૦ થી વધુ સગર્ભા બતાવા આવે છે ત્યારે તેમાની મોટાભાગની મહિલા પૈસા ના અભાવે સોનોગ્રાફી કરાવ્યા વગર ઘરે ચાલી જાય છે.

આ તાલુકામાં આંદોલન કરો તો જ સરકારી સુવિધા મળે છે ત્યારે આવનારા દિવસો માં સુવિધા મળે છે કે નવા કોન્ટ્રાકટ આપી ને સુવિધા આપશે તેની રાહ જોવાય રહી છે.

(11:35 am IST)