Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

તળાજાના ૩૦૦૦ ખેડૂતોને ડુંગળીના જાહેર કરેલ નાણાં હવેતો આપો?

ભાવનગર તા. ર૦ : તળાજા માર્કેટીંગ યાર્ડમાં પાંચ માસ પહેલા વેંચાયેલ ડુંગળીના ભાવો ઓછા મળતા સરકારે એક થેલી દિઠ રૂપિયા પચાસ આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના પગલે આશરે ત્રણ હજારથી વધુ ખેડૂતોને સરકારની સહાય મળવા પાત્ર છે. મહીનાઓ વિતવા છતા સરકારે સહાય ન ચૂકવતા યાર્ડ અને ભાજપના આગેવાનોએ ખેડુતોને હવે તો ચુકવો તેવી ભાર દઇને માંગ કરી છ.ે

ગત વિધાનસભાની ચુંટણી પહેલા ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, ભાવનગર સહીતના માર્કેટીંગ યાર્ડોમાં વેચવા આવેલ ડુંગળીના પોષણક્ષમ ભાવો પણ ખેડુતોને ન મળતા ખેડુતોનો રોષ શાંત કરવા માટે ભાજપ સરકારે એકથેલી દિઠ રૂપિયા પચાસ ખેડુતોને સહાય પેટે આપવાની જાહેરાત કરેલ. જેમાં થોડા દિવસ પહેલા જીલ્લાના એકમ ાત્ર મહુવાયાર્ડમાં વેચાયેલ ડુંગળીના રૂપિયા ખેડુતોને સરકાર દ્વારા ચુકવી અપાયા.

તળાજા અને ભાવનગરના રૂપિયા ન ચુકવાતા તળાજા યાર્ડના પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ, ભાવનગર યાર્ડના વેપારી આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલ, સેક્રેટરી ભરતભાઇ દવે, જીલ્લા ભાજપના મહામંત્રી નારણભાઇ મોરી સહીતનાએ રાજયના કૃષીમંત્રી આર.સી.ફળદુ સમક્ષ તબકકાવાર રજુઆત કરી હતી.

જેમાં તળાજા માર્કેટીંગ યાર્ડના આશરે ત્રણ હજાર ખેડુતોના અંદાજીત એક કરોડ રૂપિયા અને ભાવનગર માર્કટીંગ યાર્ડના ૧૪ કરોડ રૂપિયા ખેડુતોને દેવાપાત્ર છે તે મહીનાઓ વિતી ગયા હોઇ તાત્કાલી ચુકવવા જણાવેલ છે.

આ બાબતે તળાજા યાર્ડ સેક્રેટરી ભરતભાઇ દવેએ જણાવેલ કે રજુઆત સંદર્ભે ડી.આર.કચેરી દ્વારા ખેડુતોને નાણા ચુકવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(11:32 am IST)