Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

તળાજા પંથકમાં બંન્ને બંધારાને લઇ લોક જાગૃતિ આવતી જાય છે ને સરકાર હજુ કાગળોમાં વ્યસ્ત છેઃભાજપ નેતાઓ મેથળા જઇ પણ શકતા નથી!

તળાજા તા.૨૦: તળાજા તાલુકાના અનેક ગામડાઓ દરિયા કિનારે આવેલા છે. કમનસીબે દુરંદેશીતાના અભાવે દરીયાઇ ઉદ્યોગ નથી સાથે દરીયાની ખારાશના કારણે જમીન અને ભૂર્ગભજળ નક્કામા થતા જાય છે. જેતે લઇ વીસ-વીસ વર્ષથી સરકારમાં બંધારો બનાવવાની માંગ થઇ રહી છે. પરંતુ આ સરકાર અને સરકારની એજન્સીઓ પ્રજ્ઞાચક્ષુની સાથે મુક-બધીર અવસ્થામાં હોવાનો અહેસાસ આ વિસ્તારની જનતા કરી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આવતી જતી લોકોમાં જાગૃતિના કારણે બંધારના મામલે ભાજપ માટે અહી થી કપરા ચઢાણછે.

ગત લોકસભાની ચૂંટણીના જાહેર થયેલ પરિણામો માં તળાજા પંથક ભાજપનો મજબુત ગઢ છે તેવું બહુમત તમામ વર્ગના મતદારોઅુ સરકારને સરકારને સંદેશ આપી દીધો હતો. પરંતુ ત્યારબાદ ભાજપના નેતાઓની આ વિસ્તારમાં નિષ્ક્રિયતા કહો કે અન્ય કોઇ કારણો પરંતુ તાલુકા-જીલ્લા પંચાયતમાં ભાજપને હારનો સામનો કરવો પડયો. વિધાનસભામાં ભાજપના ગઢતુટી ને કોંગ્રેસની એકમાત્ર બેઠક તળાજામાં આપી. તેમ છતા હજુ તળાજા વિસ્તારના પ્રાણસમા અનેક પ્રશ્નોને લઇ ભાજપ ઘોર નિંદ્રામા અથવાતો અહંમમાં રાચતી હોય તેવુ લોકોને લાગે છે.

મેથળા અને સરતાનપર બંધારાની વીસ-વીસ વર્ષની માંગ તેના પુરાવા છે.

મેથળા બંધારાને લઇ તે વિસ્તારના લોકોએ દાખવેલી સ્વંય જાગૃતતા ને દેશ ભરના લોકોએ જોઇ છે. આ વિસ્તારના હજારો લોકોનો કહી શકાય કે સરકાર પરથી વિશ્વાસ ઉડી જતા ના છુટકે આ ધોમ ધટખા તાપ વચ્ચેપણ સ્વંભુ ક્ષમદાનમાં જોડાઇને સરકાર પર નિર્ભર રહ્યા વગર બંધારો બાંધવાનું ચાલું કરી દીધું છે.

બીજી તરફ સરતાનપર બંધારાની માંગ ધીરે ધીરે તેજ બની રહી છે. બંધારો બાંધવાની અહીના હજારો ખેત મજુરોને સ્થાનીક કક્ષાએ ખેતીની જમીન અને તળ સુધરતા બહાર નહી જવું પડે તેવું લાગી રહ્યું છે. તેમ છતાં સરકારી બાબુઓ બંધારા અને ચેકડેમની કાર્યવાહી ચાલુ હોવાનું એક રટણ કરી રહ્યા છે.

પરંતુ સરકારી બાબુઓની નિષ્ક્રિયતા ના પાપે ભાજપના આગેવાનો આજે મેથળા બંધારા ખાતે જઇ શકતા નથી તે ભાજપ માટે કડવી વાસ્તવીકતા છે.તો સરતાનપર (બંધારા) મામલે પણ જાહેરમાં નકકર કામગીરીની બાબતે જવાબો આપી શકવા સક્ષમ નથી.આવનાર ચૂંટણી સમયે બંન્ને બંધારાના મામલે ભાજપ માટે નેવાના પાણી મોભે ચડે તેમ છે. કારણકે, બંધારાઓ  વીસ-વીસ વર્ષથી નહીં બનાવાના કારણે હજારો ખેડુતો, ખેત મજુરો સમાજ કે ધર્મ, જ્ઞાતિ-જાતિના નામે મત આપતા સો વખત વિચારશે. તેવું લાગી રહ્યું છે.

(11:26 am IST)