Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

જસદણ પાલિકામાં હવે કયુ પ્રકરણ જાહેર થશે? ભારે ચર્ચા

જસદણ તા.૨૦: જસદણ નગરપાલિકાની બહુચર્ચિત ફિલ્મમાં હવે ઇન્ટરવલ કે પછી ધ એન્ડ આ અંગે સ્થાનિક રાજકારણમાં અનેક વિધ ચર્ચા જાગી છે.

ખાસ કરીને આ ફિલ્મમાં અચાનક એવો વળાંક આવ્યો જેમાં શહેર ભાજપ પ્રમુખ એ પણ રાજીનામુ આપવાની ફરજ પડી આ ફિલ્મમાં હજુ ત્રણ વ્યકિતઓના રાજીનામાં મંજુર કર્યા નથી ત્યારે આ ફિલ્મ જસદણવાસીઓ માટે રસપ્રદ બની ગઇ છે કે આગામી દિવસોમાં પાલિકામાં કયુ પ્રકરણ જાહેરમાં આવશે?

પરંતુ મહત્વની બાબત એ છે કે ૧૯૯૫ની સાલમાં જસદણને નગરપાલિકાનો દરજજો જાળયો ત્યારથી દરરોજ પાણી આપવાને બદલે એકાંતરાથી માંડી ૧૫ દિવસે વર્ષે માડ ૧૦૦ દીવસ પાણી મળે છે તે પણ શુધ્ધ મળતું નથી પાલિકાની અબજો રૂપિયાની જમીનો અને સાર્વજનિક પ્લોટમાં ભુમાફીયાઓનું દબાણ હરવા ફરવ માટે એક પણ સ્થળ નથી રમતગમતનું મેદાન નથી. આરોગ્ય અને શિક્ષણ સંસ્થા નથી અને કરવેરા ઉઘરાવવા પાલિકા અગ્રેસર છે ત્યારે સરકાર અને શાસકો, રાજનેતાઓ આ બાબતને ગંભીર ગણી યોગ્ય કાર્યવાહી કરે તેવી જસદણના નાગરિકોની માંગણી છે.

(11:22 am IST)