Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો ૪૨ ડિગ્રીને પારઃ જનજીવન અસ્તવ્યસ્ત

ધોમધખતા તાપ સાથે આકરો ઉનાળો બરાબરનો જામ્યો

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મહતમ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર થઇ જતા લોકો પરસેવે નીતરી રહ્યા છે.

વઢવાણ

વઢવાણઃ રાજયમાં સૌથી વધુ ગરમી ઝાલાવાડમા પડી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનના પારો ૪૪ ડિગ્રી, પહોચતા હીટવેવ શરૂ થયા છે આથી લોકોને ઘરની બહાર નીકળવુ મુસ્કેલ બની ગયુ છે બપોરે રસ્તાઓ સુમસામ બની જાય છે ઝાલાવાડમાં કાળઝાળ ગરમીથી જન જીવન અસ્ત વ્યસ્તની ગયુ છે સુરેન્દ્રનગર જિલ્લા હીટ વેવની ઝપટમા પશુ પક્ષીઓ અને મનુષ્ય આવી જાય તેવા પરિસ્થિતિ બની ગઇ છે ઝાલાવાડમાં સતત ગરમીને લીધે સન સ્ટોકનો ભય વર્તાયો છે આગામી દિવસોમાં પણ ઉનાળો ઝાલાવાડ વાસીઓ માટે કપરો બની રહે તેવી શકયતા છે આ અંગે સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી કે પરમાર જણાવ્યુ કે ગરમી અને વધતા તાપમાનને ધ્યાને લઇને તમામ સરકારી હોસ્પિટલોથી દરરોજ રિપોર્ટ મંગાવવામાં આવે છે.

જામનગર

જામનગરઃ શહેરનુ તાપમાન ૩૭.૫ મહત્તમ, ૨૪.૫ લઘુતમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૩.૮ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી. (૩.૩)

(10:55 am IST)