Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

ગોંડલના ભૂગર્ભ ગટર કામ પૂર્ણ થયા બાદ ૪ કરોડના ખર્ચે ફુટપાથોને બ્લોકથી મઢવાનું કામ

ગોંડલ તા. ૨૦ : ભૂગર્ભગટરના કામ પૂર્ણ થયા બાદ રાજીવ કાળના રોડ રસ્તાઓની સાથે ફૂટપાથ પણ નેસ્તનાબૂદ થઈ હોય પાલિકાતંત્ર દ્વારા અમૃતમ યોજના અંતર્ગત રૂ.૪ કરોડના ખર્ચે ફૂટપાથો ને સિમેન્ટના બ્લોકથી મઢી શહેરની શોભા વધારવામાં આવનાર છે.

ગોંડલ નગરપાલિકા પ્રમુખ મનિષાબેન સાવલિયાના જણાવ્યા મુજબ છેલ્લા બે-અઢી વર્ષોથી શહેરમાં ભૂગર્ભ ગટરના કામ ચાલી રહ્યા હોય જે પૂર્ણ થતાં પાલિકાતંત્ર દ્વારા રાજમાર્ગોને આરસીસી મઢવામાં આવી રહ્યા છે ત્યારે શહેરની શોભા સમાન રાજવી કાળની ફૂટપાથ પણ નુકશાન થયેલ હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા તેમજ ભાજપ અગ્રણી જયંતીભાઈ ઢોલ દ્વારા રાજય સરકારને રજૂઆત કરાતાં અમૃતમ યોજના અંતર્ગત શહેરની ફૂટપાથો માટે રૂ ૪ કરોડની ગ્રાન્ટ મંજૂર થવા પામી છે, જે અંતર્ગત આશાપુરા રોડ, જેતપુર રોડ, બસ સ્ટેશન રોડ, જેલ ચોક, શ્યામ વાડી રોડ, ભગવતપરા મેઈન રોડ તેમજ પારેખ પેપરમીલ રોડની સાઈડમાં આવેલ ફૂટપાથને સિમેન્ટના બ્લોકથી મઢી શહેરની શોભા શહેરની શોભા વધારવામાં આવનાર છે.

(10:05 am IST)