Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગોંડલમાં કોરોનાના શંકાસ્પદ કેસનો રિપોર્ટ નેગેટીવ

દુબઇથી પરત આવેલા યુવકને શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં ખસેડાયો'તો

ગોંડલ તા. ૨૦ : ગોંડલમાં દુબઇથી આવેલા યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ છે. જો કે રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલનો યુવાન ગતરોજ દુબઇ થી પુના પહોંચ્યા બાદ આજે ગોંડલ તેના ઘરે પહોંચતા તેઓને તેની તબિયત નાદુરસ્ત જણાતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે નીકળ્યા હતા. પુના થી ગોંડલ આવ્યા દરમિયાન તેઓ પરિવારના ૧૦ થી ૧૨ સભ્યોને મળ્યા હોવાનું જણાવ્યું હતું અને તેઓ પોતાના ભાઈ ભાભી સાથે રહે છે અને એક માસથી કામકાજ માટે દુબઇ રહ્યા હતા.

બનાવની જાણ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજયગુરૂને થતા તેઓ મેડિકલની ટીમને લઈ યુવાનના ઘરે રામકૃષ્ણ નગર માં તપાસ અર્થે પહોંચ્યા હતા. પરંતુ તે દરમિયાન યુવાન સારવાર લેવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે જવા નીકળી ગયા હતા. જો કે ત્યાં રિપોર્ટ નેગેટીવ આવેલ છે.

(4:02 pm IST)