Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

શાપર-વેરાવળની મિના કાસ્ટીંગ પ્રા.લી. કંપનીમાં આગથી દોઢ કરોડનું નુકશાન

શાપર-વેરાવળ તા. ર૦ શાપર-વેરાવળમાં આવેલી મિના કાસ્ટીંગ પ્રા.લી.માં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ શાપર-વેરાવળમાં આવેલ મિના કાસ્ટીંગ પ્રા.લી. કંપનીમાં આજે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.આગ લાગતા રાજકોટની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યા હતા.આ આગથી અંદાજે દોઢ કરોડનું નુકશાન થયાનું કંપનીના માલીક કૌશિકભાઇ ઘેટીયા (રાજકોટ) એ જણાવ્યું હતું.

(4:01 pm IST)