Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કચ્છમાં ઉમરાહ પઢવા ગયેલ પતિ-પત્ની અને બહારથી આવેલા ગાંધીધામના બે યુવાનોને કોરોનાના લક્ષણો : 4 હોસ્પિટલમાં

ભુજ : કચ્છ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા કોરોના ના વધુ ચાર શંકાસ્પદ દર્દીઓના નમૂના મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યારે આ ચારેય દર્દીઓને ભુજની સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ દર્દીઓ પૈકી બે દર્દીઓ લખપત તાલુકાના છે. એ બન્ને પતિ પત્ની છે અને મક્કા મદિના જઈને પરત ફર્યા છે. આ ઉપરાંત અન્ય બે દર્દીઓ ગાંધીધામના છે. તાજેતરમાં જ અન્ય રાજ્યમાંથી ગાંધીધામ આવેલા આ બન્ને યુવાનો પરપ્રાંતીય છે. હાલના તબક્કે તેમના નમુનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આથી અગાઉ કચ્છના ચારેય શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના સામે કચ્છનું વહીવટીતંત્ર જાગૃત અને સજ્જ છે.

(7:49 pm IST)