Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મોરબી રોડ પર સોસાયટીના કેમેરા કાઢતા તેનો વિરોધ કરનાર શૈલેષભાઇ કાપડી પર હુમલો

સામા પક્ષે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઝઘડો થતા વિજય અને શૈલેષ સામે એનસી ગુનો

રાજકોટ,તા.૨૦: શહેરના મોરબી રોડ પર આવેલી પિતૃકૃપા રેસીડેન્સીમાં સોસાયટીના કેમેરા કાઢવા બાબતે વિરોધ કરનાર બાવાજી યુવાનને પાંચ શખ્સોએ માર મારતા કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ મોરબી રોડ પર પિતૃ કુપા રેસીડેન્સી સોસાયટીમાં રહેતા અને બકાલાનો વેપાર કરતા શૈલેષભાઇ હેમતભાઇ કાપડી (ઉવ.૩૫) રાત્રે પોતાના ઘરે જતા ત્યારે ઘરની બહાર કેટલાક શખ્સો સોસાયટીના કેમેરા કાઢતા હોઇ તેનો શૈલેષભાઇએ વિરોધ કરતા પાંચ અજાણ્યા શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી નાશી સામા પક્ષે પિતૃકુપા સોસાયટીમાં શીવ ડેરી સામે રહેતા હેતલબેન જયદીપભાઇ તેરૈયા (ઉવ.૨૨) રાત્રે પોતાના ઘરે હતા. હોઇ તેથી હેતલબેનના ભાઇએ તેને ગાળો બોલવાની ના પાડતા વિજય અને શૈલેષે તેની સાથે ઝઘડો કરી ફડાકો મારતા હેતલબેન વચ્ચે પડતા તેને ધકકો મારતા ઇજા થઇ હતી. ત્યાર તેને સારવાર માટે સિવિલ  હોસ્પિટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ મહાવિરસિહે તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)