Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

માધવપુરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનારને ૧૦ વર્ષની કેદ

પરિણીત શખ્સે ૪ વર્ષ પહેલા સગીરાને ધમકાવીને વારંવાર દુષ્કર્મ આચરેલ : પોરબંદર એડીશનલ ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજશ્રી દ્વારા કોર્ટની સજા ફરમાવી

પોરબંદર તા. ૨૦ : નજીકના માધવપુર ગામે ચાર વરસ પહેલા ૧૪ વર્ષીય સગીરા પર વારંવાર બળાત્કાર કરનાર ૩૭ વર્ષીય શખ્શને પોરબંદરની એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા દસ વરસની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે.

ચાર વરસ પહેલા માધવપુર ગામે રહેતી એક ૧૪ વર્ષ અને ૬ માસ વાળી સગીર વયની તરૂણીને તે જ ગામે રહેતો જેન્તી લીલા મોકરિયા (ઉવ ૩૬)નામનો પરિણીત શખ્શ છરીની અણીએ ડરાવી, ધમકાવીને મોટરસાઈકલ ઉપર અપહરણ કરી અલગ-અલગ જગ્યાએ બળજબરી પુર્વક બદનામ કરવા માટે ગોંધી રાખી હતી. પ્રથમ લલચાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી ત્યારબાદ અવાર-નવાર છરીની અણીએ ડરાવી ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી તેનીસહમતી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધ્યો હતો.

જે અંગે સગીરાના વાલીએ પોકસો સહીતની કલમો સાથે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પોરબંદર એડી.ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમા ચાલેલ. જેમાં પબ્લિક પ્રોસીકયૂટર સુધિરસિંહ બી.જેઠવા દ્વારા જુદા જુદા ૧૩ જેટલા સાહેદોને તપાસી  જુદા-જુદા દસ્તાવેજી પુરાવાઓ તેમજ સુપ્રિમ કોર્ટના તથા હાઈકોર્ટની ઓથોરીટીઓ રજુ કરેલ.

તેઓની દલીલોને ઘ્યાને લઇને પોરબંદરના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજશ્રી દ્વારા આરોપી જેન્તી લીલાભાઈ મોકરીયાને ગુન્હો સાબિત થતાં પોકસો એકટની કલમ-૪,૬,૮,૧૦, આઇ.પી.સી. કલમ-૩૭૮ મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા આઇ.પી.સી.કલમ-૩૬૩ મુજબ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ તથા આઇ.પી.સી.કલમ-૩૬ મુજબ તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા આઇ.પી.સી.કલમ-૩૪ર મુજબ તકસીરવાન ઠરાવી ૧ વર્ષ અને ૧ માસની સખત કેદની સજા ફટકારવામાં આવેલ છે.

(1:00 pm IST)