Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદે માટીની હેરફેર કરતા વાહન ઝડપાયુ

વઢવાણ તા. ર૦ :.. ચોટીલા પંથકમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજ (સફેદ) માટે કાઢીને લઇ જતા વાહનને કબ્જે કરી વાહન માલિક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવેલ છે.

નાયબ કલેકટર અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ દ્વારા સુરેન્દ્રનગર ખનીજ ખાતાના અધિકારીને ફરીયાદ નોંધાવતા ભુસ્તશાસ્ત્રીની કચેરી દ્વારા ચેકીંગ દરમ્યાન જીજે-૧૩-એ.ડી.-૮૩૮૮ નંબરના ડમ્પરમાં સફેદ માટી ભરી જતા તે વાહન રૂ. ૧૬ લાખની માટીના જથ્થા સાથે કબ્જે કરી વાહન માલિક રાજુભાઇ દેવાભાઇ માટીયા રહે. મોરથળા તા. થાનગઢ વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:55 pm IST)