Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમરેલી : ૪ હજાર લેઉવા પટેલ વિદ્યાર્થીનીઓએ રંગોત્સવ ઉજવ્યો

અમરેલી : જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણીક સંકુલ-અમરેલીની આર. કે. વઘાસીયા કોમર્સ મહિલા કોલેજ તથા એલ. પી. ટી. બી. બી. એ.કોલેજની ફાઇનલ યર વિદ્યાર્થીનીઓએ પાણીનો બગાડ કર્યા વગર કોરા અબીલ, ગુલાલ તથા રંગોનો ઉપયોગ કરીને ધૂળેટી પર્વ એક બીજાને તીલક કરીને ઉજવ્યું રંગોત્સવ પાણી બચાવો... પર્યાવરણ બચાવો... જીવન બચાવો નો સંદેશ હોસ્ટેલની ૪૦૦૦ વિદ્યાર્થીનીઓને આપ્યો હતો. આ તકે સંકુલના ટ્રસ્ટી તથા નિયામક મનસુખભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે અમારી સંસ્થાની હોસ્ટેલની હજારો વિદ્યાર્થીઓ માત્ર પાણીથી કોઇપણ પ્રકારના કેમિકલ યુકત કલરનો ઉપયોગ કર્યા વગર શાંતિ પૂર્ણ માહોલમાં ધુળેટી ઉજવે છે. પરંતુ ચાલુ વર્ષે લોકોની તંદુરસ્તી તથા પર્યાવરણ અને પાણીની સમસ્યા અંગે લોકોને તથા વિદ્યાર્થીઓને જાગૃત કરવા પાણી બચાવો, ના નારા સાથે માત્ર અબીલ-ગુલાલથી ધુળેટી ઉજવણી કરી, તે બદલ સ્થાપક પ્રમુખ તથા કેળવણીકાર વસંતભાઇ ગજેરા, પ્રમુખશ્રી મનુભાઇ કાકડીયા, ઉપપ્રમુખશ્રી પરસોતમભાઇ ધામી, સેક્રેટરી બાબુભાઇ સાકરીયા, કેમ્પસ ડાયરેકટર તથા ટ્રસ્ટી ચતુરભાઇ ખૂંટ વી. એ. વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં. (તસ્વીર વિમલ ઠાકર)

(12:55 pm IST)