Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

મારે ફળિયે ચકલી બેસે એ મારૂ રજવાડુઃ આજે વિશ્વ ચકલી દિવસ

નાના એવા પક્ષીની લુપ્ત થતી જાતિ સામે જનજાગૃતિ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય

રાજકોટ તા. ર૦ :.. આજે વિશ્વ ચકલી દિવસ છે. તા. ર૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાય છે.

નાના એવા પક્ષીની લુપ્ત થતી જાતિ સામે જન જાગૃતિ એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ચકલીનાં માળા અને ચણ માટેના કુંડાનું પણ ઠેર-ઠેર વિતરણ કરવામાં આવશે.

ખંભાળીયા

આજે વિશ્વ ચકલી દિન છે. જોકે હાલ સમગ્ર દેશ તથા વિશ્વ કોરોના રોગચાળાના ભયથી ધ્રુજી ગયેલ હોય નાનકડા જીવ ચકલીનો જન્મદિન પણ ભાગ્યેજ યાદ હશે પણ છેલ્લા થોડા સમયથી ચકલીઓને બચાવવા માટે મુજબ જાગૃતતા આવી છે.

દેવભુમિ જિલ્લાના ખંભાળીયાના કમલેશ ગંગાશંકર જોશી નામનો વિપ્ર યુવાન ઘણા લાંબા સમયથી ચકલીયોના ઘર નકામા ડબલમાંથી બનાવીને મંદિરો, શાળાઓ, બસસ્ટોપ તથા જાહેર સ્થળો કે જયાં ચકલીઓ આવતી હોય ત્યાં મોટી સંખ્યામાં આવા માળાઓ મુકીને અનેક ચકલી પરિવારોને 'ઘર' આપ્યા છે. ત્થા પીવાના પાણી માટે પણ બોટલ અને થાળી સાથેના સ્ટેન્ડ પણ મુકે છે

દેવભૂમિ જિ.શિ.કચેરીના  નિવૃત પટાવાળા ગુલાબભાઇ પરમાર વર્ષોથી રોજ તેલીના પુલ, અજમેર પીર ટેકરી જડેશ્વર ટેકરી તથા ત્યાંથી આગળના રસ્તા પર રોજ ચકલીઓને ચણ, મમરા, સેવ વિ.નાખીને પોતાના દિવસની શરૂઆત કરે છે.

ખંભાળિયાની વિજય ચેરી.હાઈકુલના વિદ્યાર્થીઓ દ્વારા પણ રોજ ચકલીઓને ચણ વ્યવસ્થા થાયછે. તથા બોમ્બે મિનરલ કંપનીના સહયોગથી કુંડા માળા પણ અપાયા હતા.

ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપના આશીષભાઇ  રમેશભાઇ ભટ્ટ તથા તેમના સાથીદારો દ્વારા ચકલી દિન નિમિતે ચકલી ઘર, પાણી માટેના કુંડા, બડેફ્રીટર વિ.નું વિતરણ ભાણવડમાં શરૂ કર્યું છે જેનો લાભ સેવાભાવીઓએ લેવા જણાવ્યું છે.

(12:53 pm IST)