Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે સોની-શેઠની વરણી

ભાવનગર, તા.ર૦ : સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વર્ષ-ર૦ર૦ રરની દ્વાવર્ષિક મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખ તથા મેનેજીંગ કમીટીના ૩૦ સભ્યોની ચૂંટણીમાં પ્રમુખ-ઉપપ્રમુખ તથા મેનેજીંગ કમીટીના ૩૦ સભ્યો બીન હરીફ ચૂંટાયેલ છે. જેમા પ્રમુખ તરીકે કિરીટભાઇ સોનીની વરણી થયેલ છે. વર્ષ ૧૯૮૭થી આઇટી ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ભાવનગર ખાતે કેએમએસ કોમ્પ્યુટરના નામથી સોફટવેર બનાવતી અગ્રગણ્ય ફર્મ ધરાવે છે. આ ઉપરાંત ભાવનગર કોમ્પ્યુટર ડીલર એસોસીએશનના ફાઉન્ડર પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપેલ. આ ઉપરાંત ચેમ્બરની મેનેજીંગ કમીટીમાં ૧૪ વર્ષથી મેમ્બર તરીકે કાર્યરત છે. આ દરમિયાન સાથે સાથે તેઓએ માનદ મંત્રી તથા માનદ કોષાધ્યક્ષ તરીકે માનદ સેવા આપેલ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ફાયનાન્સ અને બેન્કીંગ કમીટીમાં ચેમ્બર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ શહેરની વિવિધ સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે સુવર્ણદીપ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીમાં ડાયરેકટર તરીકે, ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં સેનેટ ચેમ્બર તરીકે, કલાક્ષેત્ર ભાવનગરમાં ઇન્વાયટી ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.  જયારે ઉપપ્રમુખ તરીકે તેજસભાઇ શેઠની વરણી થયેલ છે. મે. શેઠ બ્રધર્સ (કાયમચૂર્ણ)ના તેઓ મનેજીંગ ડીરેકટર છે અને છેલ્લા રપ વર્ષથી કંપનીનું નેશનલ અને ઇન્ટરનેશનલ માર્કેટીંગનું કાર્ય સંભાળે છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ફોરેન ટ્રેડ કમીટીમાં મેમ્બર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત ચેમ્બરની મેનેજીંગ કમીટીમાં ૮ વર્ષથી મેમ્બર તરીકે કાર્યરત છે. આ દરમિયાન સાથે સાથે તેઓએ માનદ મંત્રી તરીકે પણ સેવા આપેલ છે.

(11:54 am IST)