Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

પાલીતાણાના જાળીયા (હસ્તગીરી) ગામે પાન માવાની દુકાનની આડમાં વેચાતી નશાયુકત ચોકલેટ કબ્જે

નશાના ચુંગાલમાં ફસાતા યુવાનોને નશાની લતથી બચાવવા ભાવનગર એસ.ઓ.જી.નું વધુ એક સફળ ઓપરેશન

ભાવનગર, તા.૨૦:ગુજરાત રાજયના પોલીસ મહાનિર્દેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજયમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને ગુજરાત રાજયને નશા મુકત કરવા અભિયાન હાથ ધરેલ છે

તેના ભાગ રૂપે પોલીસ અધિક્ષક ભાવનગરનાઓએ એસ.ઓ.જી. શાખાને નશાયુકત પદાર્થના હેરાફેરી-વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવાની સુચના હેઠળ એસ.ઓ.જી. શાખાના ઇન્સ્પેકટર એસ.એન.બારોટ ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે દિલીપભાઇ મનજીભાઇ સવજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૩ રહેવાસી જાળીયા (અમરાજી) તાલુકો પાલીતાણાની જાળીયા ગામે બસ સ્ટેશન સામે આવેલ ખોડીયાર પાન સેન્ટર નામની દુકાનમાં પાન-માવા તથા કરીયાણાની આડમાં વેચાણ થતી નશાકારક પદાર્થ ભેળસેળવાળી ચોકલેટ કે જે ખાવાથી મનુષ્યને નશો ચડે છે તેવી મસ્તાના મનુક્કા નામથી વેચાણ થતી ચોકલેટ નંગ-૪૮૬ની કબ્જે કરી કાર્યવાહી કરી મળી આવેલ ચોકલેટમાં કયા પ્રકારનો નશાકારક છે તેની માહિતી મેળવવા ચોકલેટના સેમ્પલો કબ્જે કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન મારફતે ગાંધીનગર એફ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. મળી આવેલ ચોકલેટમાં કયા પ્રકારનો નશાયુકત પદાર્થ ભેળસેળ કરવામાં આવેલ છે તે એફ.એસ.એલ. તપાસણી બાદ જાણી શકાશે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી એસ.ઓ.જી. સ્ટાફના બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા વિજયસિહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.

(11:49 am IST)