Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

માણાવદર પાલીકાની બજેટ બેઠકમાં ફરીથી કોંગ્રેસની વ્હીપઃ અધ્યક્ષે વાંચવાનો ઇન્કાર કરી દીધો

પત્રકારો અને આમ જનતાને મીટીંગમાંથી બહાર મોકલી દેતા ભારે રોષ

માણાવદર, તા., ૨૦:  નગર પાલીકામાં ર૮ની સંખ્યામાં ૧પ કોંગ્રેસ, ૧ર ભાજપ, ૧ અપક્ષ સહીત ર૮ સભ્યો છે. શ્રી જગમાલભાઇ હુંબલ સહીત પ સભ્યોએ કોંગ્રેસ છોડતા ભાજપ અને કોંગ્રેસ ભેગા મળી સતા મેળવી છે.

જનલ બોડૃમાં બજેટ બેઠક દરમિયાન કોંગ્રેસે લેખીત વ્હીપ આપી આવેલ દરખાસ્તો વિરૂધ્ધ મતદાન કરી મુદ્દાઓ નામંજુર કરવા વ્હીપ આપેલ. પરંતુ વ્હીપનો લેટર દિલીપભાઇ જસાણી ગયેલ તે સ્વીકારાયેલ નહી. ચીફ ઓફીસર નંદાણીયાએ લેખીતમાં આપ્યું છે. અધ્યક્ષશ્રી વ્હીપ વાંચવાની ના પાડે છે. બેઠકમાં સભાનું કવરેજ કરવા આવેલ પત્રકારો-આમ જનતાને બહાર કઢાતા ખળભળાટ મચી ગયેલ.   પાલીકા જાણે ખાનગી પેઢી હોય તેવી સ્થિતિ સર્જાયાનું ચર્ચાય છે. પ્રજાના મતે ચુંટાયેલા સભ્યો શું કામગીરી કરે છે તે જાણવા-જોવાનો જર્નાલીસ્ટો-આમ પ્રજાને પુરો હકક છે ત્યારે તેમને સભામાંથી કાઢવાના બેઠકના અધ્યક્ષપદે રહેલ જગમાલભાઇએ આદેશ કરતા ખળભળાટ મચી ભારે ચર્ચા થઇ રહી છે. કલેકટરશ્રી અને ભાજપ અધ્યક્ષ સુધી આ વાત પહોંચી છે. આજે ફરી કોંગ્રેસે વ્હીપ આપતા બજેટ બેઠક બહુમતીથી પસાર થઇ છે.

(11:48 am IST)