Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

બગસરા પાલિકા દ્વારા વેરા વસુલાત બાબતે ત્રણ મકાન એક દુકાન અને એક ઓઇલ મિલને જપ્તીની કાર્યવાહી હેઠળ સીલ

બગસરા તા. ૨૦ : બગસરા નગરપાલિકા દ્વારા આજે વેરા વસુલાતમાં પાલિકાના બાકી નાણા ન ભરનાર સામે કડક કાર્યવાહી કરી જપ્તીની કામગીરી શરૂ કરેલ છે જેનાથી બકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિગત અનુસાર બગસરા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત અભિયાનની ઝુંબેશ શરૂ કરવામાં આવેલી હતી જે અંતર્ગત મોટા બાકીદાર ને નગરપાલિકા અધિનિયમની કલમ ૧૩૨ અને ૧૩૩ અંતર્ગત બાકી બિલો અને નોટિસ આપવામાં આવેલી હતી તેમ છતા કરવેરા ની રકમ ભરપાઇ ન કરતા વેરા વસૂલાત અભિયાન અંતર્ગત બગસરાની એકઙ્ગ ઓઇલ મીલ, એક દુકાન અને ત્રણ મકાનની મિલકત જપ્તીમાં લેવામાં આવેલ છે. જેમાં નટવર નગર ખાતે આવેલ અમૃત ઓઇલ મીલ તેમજ દરબારગઢ શેરીમાં રહેલ એક દુકાન અને બે મકાનો તથા ખત્રીવાડ વિસ્તારમાં આવેલ એક મકાનને વેરો ના ભરવાના ગુના હેઠળ મિલકત જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં અન્ય બાકીદારો પાસે પણ મિલકત જપ્તી સહિત નામોનીઙ્ગ ઢંઢેરો પીટવાથી લઇને નળ કનેકશન કાપવા સહિતની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવ્યાનું જણાવવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો છે.

(11:47 am IST)