Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

હળવદના ઇશ્વરનગરમાં બાકી બીલની વસૂલીમાં અધિકારી-કર્મચારી ઉપર ધોકા વડે હૂમલો

હળવદ,તા.૨૦: તાલુકાના ચરાડવા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં જે ગ્રાહકોના બીલની રકમ વસુલ કરવાની બાકી હોય તેને વસુલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમ્યાન ઇશ્વરનગર ગામના ૪૯ જેટલા ગ્રાહકો પાસેથી બીલના અઢી લાખથી વધુ વસુલ કરવાના બાકી હોય પીજીવીસીએલ માં સુપ્રિટેન્ડન્ટ ઓફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને મોરબીની અનંતનગર સોસાયટીમાં રહેતા મહાવીરસિંહ લાલુભા ઝાલા તેમજ ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ વી.આર. વાળા વીજ બીલની રકમ વસુલ કરવા માટે ઇશ્વરનગર ગામે પહોચ્યા હતા અને રામજી મંદિર ચોકમાં બેસીને બાકીદારોનો ફોનથી સંપર્ક કરીને તેના બીલની રકમ વસુલ લેવાની કમગીરી કરવામાં આવી રહી હતી.ત્યારે મનસુખભાઇ ઉર્ફે મનસુખ ડુંગરી મગનભાઇ રૈયાણી અને તેના દિકરા વિશાલ મનસુખભાઇ રૈયાણીના કબજામાં રહેલ વીજ કંપનીના મિટરના બે બીલની કુલ ૧૨ હજાર જેટલી રકમ વસુલ કરવાની હોય તેને ફોન કરવામાં આવતા બાકીદારે લાજવાના બદલે ગાજીને વીજ કંપનીના અધિકારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ગાળો આપી હતી આટલું જ નહીં થોડીવાર બાદ પિતા-પુત્ર રામજી મંદિરના ચોકમાં ધોકા સાથે આવ્યા હતા અને વીજ કંપનીના અધિકારી અને કર્મચારી બંને ઉપર હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદી મહાવીરસિંહ ઝાલાને હાથમાં આંગળીના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ થઇ હતી અને તેની સાથે રહેલા કર્મચારીના આંખની નીચેના ભાગમાં ઇજાઓ થઇ હતા જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ભોગ બનેલા અધિકારીએ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે.

(11:45 am IST)