Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ઉપલેટાના ખીરસરા ગામના ખેડૂતનો ટ્રેન નીચે આપઘાત

ખેતીમાં ઉપજ ન થતા દેવું થયેલઃ આપઘાત કરનાર પાસેથી સ્યુસાઇટ નોટ મળી

ઉપલેટા,તા.૨૦: તાલુકાના ખીરસરા ગામમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા અશ્વીનભાઈ મનસુખભાઈ કાલરીયા ઉ.વ. ૪૩ એ ત્રણ ચાર વર્ષથી ખેતીમાં ખોટ જતી હોય અને પરીવારનું ગુજરાન ચલાવવા માટે વ્યાજે રૂપિયા લઈને પોતાના નવમાં ધોરણમાં અભ્યાસ કરતાં દિકરાને ભણાવવા માટે ઉંચા વ્યાજથી રૂપિયા લઈ ઘર ચલાવતા હતા. પોતાના પીતાના નામે પંદર વિધા જમીન હતી તેમાં પણ ઉપજ ન મળતાં અને ઉંચા વ્યાજે લીધેલા નાણાંની ભરપાઈ કેવી રીતે કરવી અને ઉદ્યરાણી કરવા વાળાના ફોન આવતાં તેને જવાબ કેવી રીતે આપવો તેની વિમાસણમાં આપઘાત કરી લીધો છે.

તેમની પત્નિ નિલાને સંબોધીને લખેલ સ્યુસાઈટ નોટમાં તેમના પુત્રનું ધ્યાન રાખવા અને ભણાવવાનુ જણાવેલ. તા. ૧૮ નાં સાંજના ૬ વાગ્યે હું બજારમાં માવો ખાવા જાવ છું તેવું જણાવી દ્યરેથી ચાલ્યા ગયા હતા. ત્યારે સાંજના વારૂ કરવા માટે ધરે પરત ન આવતાં દ્યરનાં તેનાં કાકા તેના મોટા બાપાના દીકરા તેમજ આજુબાજુના લોકોએ તેની શોધખોળ મોડી રાત સુધી કરેલ તેમ છતાં તે ન મળતાં રાત્રે બાર વાગ્યે ભાયાવદર પી.એસ.આઈ. ચાવડાને જાણ કરતા તેઓ પણ ખીરસરા ગામ આવી વહેલી સવાર સુધી તપાસ કરતા મળી આવેલ ન હતા ત્યારે સવારે ભાયાવદર શહેરનાં રેલ્વે સ્ટેશનનાં સ્ટેશન અધિકારી એ ભાયાવદર પોલીસને જાણ કરેલ કે વાલાસણ અને ગીંગણી વચ્ચે ટ્રેન નીચે કોઈ અજાણ્યો માણસઙ્ગ આવી ગયેલ છે.

તેની લાશ ભાયાવદર પોલીસને સોંપવામાં આવી હતી ત્યારે પી.એસ.આઈ.ચાવડાએ ખીરસરા ગામના અશ્વીનભાઈના પરીવારને જાણ કરી લાશની ખરાઈ કરતા આ લાસ ખીરસરા ગામના પટેલ અશ્વીનભાઈ મનસુખભાઈ કાલરીયાની જ છે તેવું જાણવા મળેલ. આ માટે પોલીસ દ્વારા લાસનું પી.એમ.કરી પરીવારને સોંપેલ છે. આગળની તપાસ ભાયાવદર પોલીસ દ્વારા ચાલાવામાં આવી રહેલ છે.અશ્વિનભાઈ મનસુખભાઈ કાલરીયાની સ્યુસાઈટ નોટ મળી આવેલ છે. તેમાં હું મારી ઉપર કરજ વધી જતા આપઘાત કરૂ છે તેમ લખેલ છે.

(11:44 am IST)