Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાતને રેલવે સુવિધા માટે ૪૮૦૩ કરોડઃ ઢસા, જૂનાગઢ, તાલાળા, અમરેલી વગેરે વિસ્તારને લાભ

લોકસભામાં સાંસદ નારણભાઇ કાછડિયાને પીયૂષ ગોયલનો જવાબ

અમરેલી,તા.૨૦: સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા તરફથી લોકસભા ગૃહમાં અમરેલી સંસદીય વિસ્તારના રેલવે સંબંધિત પડતર પ્રશ્નો અંગે અસરકારક રજુઆત કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલજીએ જવાબ આપતા જણાવેલ હતું કે વર્ષ ૨૦૦૯થી ૧૪ સુધી ગુજરાત રાજ્યને રેલવે બજેટમાં વાર્ષિક ૫૮૯ કરોડ રૂ.પ્રતિ વર્ષ આપવામાં આવેલ હતા. જ્યારે વર્ષ ૨૦૧૪માં મોદી સરકાર આવ્યાર બાદ અર્થાત વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્યાન ગુજરાત રાજ્ય માટે ૩,૪૨૭ કરોડ રૂ. આપવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૦૯ -૧૪ ની તુલતામાં ૪૬૫% વધુ છે. આઝાદી પછી પહેલીવાર ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્રને રેલવે પરીયોજનાઓ માટે આટલી મોટી રકમ આપવામાં આવેલ છે.

શ્રી પિયુષ ગોલજીએ વર્ષ ૨૦૧૯-૨૦ માટે ગુજરાત રાજ્યમાં રેલવે સરચના પરીયોજના અને સરક્ષણ માટે રૂ.૪,૮૦૩ કરોડની ફાળવણી કરેલ છે જે યુપીએ સરકારના કાર્યકાળ વર્ષ ૨૦૦૯-૧૪ ની સરેરાશ બજેટ કરતા ૭૧૬ % વધુ છે. તેમ નારણભાઇ કાછડિયા

(૧) ઢસા-જેતલસર (૧૦૪.૪૪ કિ.મી.) ગેર પરીવર્તનનુ ં કાર્ય પ્રગતિમાં છે.

(૨) ખીજડીયા -અમરેલી-ચલાલા-ધારી -વિસાવદર (૯૧.૨૭ કિ.મી )મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં પરીવર્તન કરવાની પરીયોજના ન અપેક્ષીત અનુમોદન માટે બજેટમાં સમાવેશ કરેલ છે.

(૩) વેરાવળ-તાલાળા-વિસાવદર (૭૧.૯૫ કિ.મી) મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં પરીવર્તન કરવાની પરીયોજનાને અપેક્ષીત અનુમોદન માટે બજેટમાં સમાવેશ કરેલ છે.

(૪) જુનાગઢ-વિસાવદર (૪૨.૨૮ કિ.મી) મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં પરિવર્તન કરવાની પરીયોજનાને અપેક્ષીત અનુમોદન માટે બજેટમાં સમાવેશ કરેલ છે.

(૫) તાલાળા-દેલવાડા (૭૦.૦૦ કિ.મી) મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં પરિવર્તન કરવાની પરીયોજનાને અપેક્ષીત અનુમોદન માટે બજેટમાં સમાવેશ કરેલ છે.

(૬) પ્રાંચી-કોડીનાર (૨૫.૫૮ કિ.મી.) મીટરગેજ રેલવે લાઇનનું બ્રોડગેજમાં પરિવર્તન કરવાની પરીયોજનાને અપેક્ષીત અનુમોદન માટે બજેટમાં સમાવેશ કરેલ છે. ઉપરાંત રાજકોટ -વેરાવળ, શાહપુર-સરદીયા માટે નવી વસ્તુપુરક આશોધન સહીત વસજળીયા-જેતલસર, વેરાવળ-સોમનાથ અને સોમનાથ-કોડીનાર નવી લાઇન નવી લાઇન ૩૬૪ કિ.મી.નું કામ ચાલું છે. જેમાં રાજકોટ-સોમનાથ (૧૯૦.૦૨ કિમી) અને વસજળીયા-જેતલસર (૯૦.૬૧ કી.મી) બને વિભાગોને યાતાયતા માટે ખોલવામાં આવેલ છે. અને સોમનાથ થી કોડીનાર નવી રેલવે લાઇન માટે જમીન સપાદનની કામગીરી ચાલી રહી છે.

વર્ષ ૨૦૧૯ -૨૦ અતર્ગત અમરેલી સંસદીય વિસ્તારમાં નીચે મુજબની રેલવે પરીયોજનાઓના વિદ્યુતિકરણના કામો માટે ટેન્ડરની પ્રક્રિયા પ્રગતિમા છે.

(૧) શીહોર જ.સહિત ધોળા-ભાવનગર-પાલીતાણા અને રાજુલા રોડ જ. મહુવા. (૨) જેતલસર -વસજળીયા સહિત રાજકોટ-જેતલસર -વેરાવળ -સોમનાથ.

(11:44 am IST)