Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

શાપર - વેરાવળના અપહરણના ગુન્હામાં વોન્ટેડ અરૂણ પકડાયો

રેન્જના નાસતા ફરતા સ્કવોડે શાપરમાંથી દબોચી લીધો

રાજકોટ તા. ૨૦ : શાપર - વેરાવળના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને રેન્જના નાસતા ફરતા સ્કવોડે દબોચી લીધો હતો. રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા - ફરતા આરોપીઓને પકડી પાડવા રેન્જના ડીઆઇજીપી સંદિપસિંહ દ્વારા અપાયેલ સુચના અન્વયે રેન્જના નાસતા ફરતા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા તથા સ્કવોડના રૂપકભાઇ બહોરા, કરશનભાઇ કલોતરા તથા ડ્રાઇવર સમીરભાઇને મળેલ બાતમીના આધારે શાપર(વે) પો.સ્ટે.ના શાપર વિસ્તારમાંથી સગીર વગની છોકરીના અપહરણના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી અરૂણ રમેશભાઇ બેરાણી રહે. કરમાર કોટડા તા. ગોંડલ હાલ - શાપર (વે) વાળાને શાપર ગામેથી પકડી શાપર (વે) પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે.

(11:41 am IST)