Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ધારીના સરસીયામાં પડખાના દુઃખાવાથી કંટાળી દિવ્યાનો ફાંસો ખાઇ આપઘાત

વણકર યુવતિએ સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: ધારીના સરસીયા ગામે રહેતી દિવ્યા મધુભાઇ મકવાણા (ઉ.વ.૧૯) નામની વણકર યુવતિએ અઠવાડીયા અગાઉ ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં ધારી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત સાંજે તેણીએ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધારી પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર દિવ્યા બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતી. તેના પિતા મધુભાઇ મજુરી કરી ગુજરાન ચલાવે છે. દિવ્યાને પડખામાં દુઃખાવની બિમારી હોઇ જેના કારણે કંટાળી જઇ આ પગલુ ભર્યુ હતું. જે તે વખતે ધારી સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. અહિ ગત સાંજે મોત નિપજ્યું હતું. યુવાન દિકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:33 am IST)