Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

ગુજરાત પીપાવાવ પોર્ટ ઉપર ટ્રેનીંગ સેશનનું આયોજન

કુશળતા વધારવા અમે ટ્રેનિંગ સેશન જાળવી રાખવા માગીએ છીએઃ જેકોબ ફ્રિસ સોરેન્સે

રાજકોટઃ ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ (જીપીપીએલ) અને પિપાવાવા કસ્ટમ્સ બ્રોકર્સ એસોસિએશન (પીસીબીએ) એ લોજિસ્ટિસ સેકટર્સ સ્કિલ્સ કાઉન્સિલ સાથે પોર્ટ પર એક દિવસનો સેમિનાર 'રેકગ્નિશન ઓફ પ્રાયર લનિંગ ઓફ લોજિસ્ટિકસ (આરપીએલ)'નું આયોજન કર્યું હતું.આ ટ્રેનીંગ પ્રોગ્રામનું ઉદ્દઘાટન કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનર શ્રી પી.એમ.ત્રિપાઠી અને પોર્ટ ઇન્ફાસ્ટ્રકચર જીપીપીએલના હેડ કેપ્ટન પી.રવિન્દ્રનાથે કર્યુ હતું.

પ્રોગ્રામમાં આશરે ૧૬૦ ઉમેદવારો સામેલ થયા હતા. જેમણે કસ્ટમ્સ હાઉસ એજન્ટ, પોર્ટ શિપિંગ લાઇન્સ, કન્ટેઇનર ફેઇટ સ્ટેશન વગેરેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સેશન પછી ઉમેદવારોનું મુલ્યાંકન થયું હતું. ટ્રેનીંગમાં લોજિસ્ટિકસ ઉદ્યોગમાં સતત થઇ રહેલા પરિવર્તનોને ધ્યાનમાં રાખીને નવી ટેકનોલોજીની સ્વીકાર્યતા અને હાલની કુશળતાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રીય કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પ્રોગ્રામે લોજિસ્ટિક ઉદ્યોગમાં અગાઉ અનુભવ ધરાવતા સહભાગીઓને વધારે સજજ કર્યા હતા, જેથી તેઓ ઉદ્યોગની જરૂરિયાત મુજબ એમની ફરજો વધારે સારી રીતે અદા કરી શકે.

પ્રસિદ્ધ લોજિસ્ટિશિયન, ટ્રેનર અને માર્ગદર્શક શ્રી સમીર જે.શાહે ભારતીય કસ્ટમ્સ નિયમનો પ્રવાહોમાં વિવિધ પરિવર્તનો સમજાવ્યા હતાં તથા ઉદ્યોગમાં થઇ રહેલા પરિવર્તનો સાથે તાલમેળ જાળવવા નિયમિત સમયાંતરે તેમની કુશળતા અને જાણકારીને અપગ્રેડ કરવા વ્યવસાયીકો માટે કેવી રીતે મહત્વપૂર્ણ છે એ સમજાવ્યું હતું. ડો.દર્શન મશરૂએ સપ્લાય ચેઇન મેનેજેમન્ટના મહત્વ અને એકિઝમ એકિઝકયુટીવ્સની ભુમીકા પર ઇન્ટરેકિટવ સેશનનું આયોજન કર્યુ હતું.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેકટર શ્રી જેકોબ ફિસ સોરેન્સેને કહ્યું હતું કે, 'અમે પીસીબીએ અને લોજિસ્ટિકસ સેકટર સ્કિલ્સ કાઉન્સીલ સાથે પાર્ટનરશિપમાં કુશળતા વધારવા ટ્રેનિંગ સેશન જાળવી રાખવાનું આયોજન ધરાવીએ છીએ. આ પ્રકારનાં સેશનથી વ્યાવસાયીકોને તેમની કુશળતા વધારવા અંગત વિકાસ અને સેકટરની વૃદ્ધિને સક્ષમ બનાવવા ઉદ્યોગમાં હાલ કુશળતા અને ખામીઓ વચ્ચે રહેલો ફરક દુર કરવામાં મદદ મળશે. આ ટ્રેડને સેવા આપવાની દિશામાં એક પગલુંછે.'

આરપીએલ આકારણી અને સર્ટિફીકેશન દ્વારા ઉમેદવારો સક્ષમતાને સુસંગત કરવા સક્ષમ બનશે જેથી તેઓ રોજગારી અને ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠ તકો માટે નેકશનલ સ્કિલ્સ કવોલિફીકેન ફેમવર્ક (એનએસકયુએફ) સાથે જાણકારી મેળવશે આ સેશનથી આરપીએલ આકારણીમાં સ્પર્ધા કરવા અનૌપચારિક ક્ષેત્રની વર્કફોર્સ માટે સ્પર્ધા કરવા સમાન તક પણ મળશે.

(9:41 am IST)