Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

૧૩ દિવ્યાંગો અને રપ બિનવારસુ લોકોનીસાર સંભાળ લેતી સંસ્થાની મુલાકાતે અજય પ્રકાશ

પ્રભાસ પાટણ તા. ર૦ : સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર દિવ્યાંગોનો આશ્રમ અને જીએમ માનવ સેવા જીવદયા ટ્રસ્ટ સંચાલિત નિરાધારનો આધાર સામાજીક સંસ્થાની કલેકટરશ્રી અજયપ્રકાશે મુલાકાત લીધી હતી વેરાવળના સિવિલ સર્જન ડો. જીજ્ઞેશ પરમાર ડો.ટીલાવટ, ફાર્માસીસ્ટ મોરી અને સુપરવાઇઝર નાઘેરા સહિતની મેડીકલ ટીમે આ બન્ને સંસ્થાના લોકોની આરોગ્યની તપાસ કરી જરૂરી દવા આપી હતી.

અતિ ગંભીર દિવ્યાંગોના આશ્રમના સંચાલક કિશોરભાઇ સુરાણીએ જણાવ્યું હતું કે દિવ્યાંગોને અહિ નિઃશુલ્ક ભોજન અનેરહેવાની સુવિધા આપવામાં આવે છે. કુલ ૧૩ દિવ્યાંગો વસવાટ કરે છે. આ સંસ્થામાં વસવાટ કરતા તમામ દિવ્યાંગોને ટેલિવીઝનના માધ્યમાંથી મનોરંજનની સાથે સાથે સવારે કસરત અને યોગા પણ કરવામાં આવે છે. આ સંસ્થામાં પ્રતાપભાઇ રાઠોડ, રવિભાઇ ખાવડ, કિશોરભાઇ પરમાર, નરેશભાઇ પમાર, મંજુબેન વાણવી અને હંસાબેન સહિતના લોકો ખરા અર્થમાં સેવા કરી રહ્યા છે.

સંસ્થાના સંચાલક જનકભાઇ પારેખે કહ્યું કે અસ્થિર મગજ ધરાવતા બિનવારસી લોકોને આ સંસ્થામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે હાલમાં કુલ રપ બિનવારસી લોકોની આ સંસ્થા દ્વારા સેવા કરવામાં આવી રહી છે.

(9:41 am IST)