Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

અમરેલીઃ સુદર્શન નેત્રાલયના નેત્રયજ્ઞનો રપ૮ દર્દીઓએ લાભ લીધો : ૪૮ને નેત્રમણી બેસાડી દીધી

અમેલી તા. ર૦ : લાયન્સ કલબ ઇન્ટરનેશનલના સાઇટ ફર્સ્ટ પ્રોજેકટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી ૪૪મો વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે યોજાઇ ગયો.

આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ કરવામાં આવેલ હતી જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંક વગરના ઓપરેશન કરી   નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. રપ૮ દર્દીએ લાભ લીધો ૪૮ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રા.એમ.એમ.પટેલ વિનોદભાઇ આદ્રોજા શરદભાઇ વ્યાસ તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડો. સ્વર્ણબાળા સીંગ કિર્તિભાઇ ભટ્ટ, નિલેશભાઇ ભીલ અને ભુરખીયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી શ્રી જીવણભાઇ હકાણી સંચાલકશ્રી ગોપાલભાઇ ચુડાસમાં, દેવજીભાઇ સિંધવ દ્વારા જહેમત ઉઠાવવામા આવેલું તેમ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન પ્રા.મહેશભાઇ એમ. પટેલ જણાવે છે.

(9:40 am IST)