Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

વાંસાવડ સ્કુલ રાજયકક્ષાએ ઝળહળીઃ ૧૭ વિદ્યાર્થીના મેરીટમાં સ્થાન

ગોંડલઃ રાજકોટ જીલ્લા પંચાયત સંચાલિત ગોંડલ તાલુકાની શ્રી શામ સમજુ અજમેરા તાલુકા શાળા-વાસાવડએ રાષ્ટ્રીય કક્ષાએ ધોરણ-૮માં લેવાતી એન.એમ.એમ.એસ. (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ એકઝામ)માં સમગ્ર રાજયમાં રાજકોટ જીલ્લો ગોંડલ તાલુકો તથા વાસાવડ તાલુકા શાળા ગૌરવ લઇ શકે તેવું ઝળહળતુ પરિણામ મેળવ્યું જિલ્લાના ર૪૦ માંથી ગોંડલ તાલુકાના ૪૧ વિદ્યાર્થીઓને મેરીટમાં આવ્યા જે પૈકી તાલુકા શાળા-વાસાવડ એકજ શાળાની કુલ ૧૭ વિદ્યાર્થીઓ મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગામ, તાલુકો બંને જીલ્લાનું નામ રાજય કક્ષાએ રોશન કર્યું છે.(૬.૫)

(9:40 am IST)