Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

અમરેલી રેલ્વે વિભાગના ગેટકીપરનો વ્યાજખોરોની ધમકીથી કંટાળીને આપઘાત

 અમરેલી, તા. ર૦ : અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા અને રેલ્વે વિભાગમાં ગેટકીપર તરીકે ફરજ બજાવતા ગૌતમભાઇ ભુપતભાઇ મકવાણા નામના યુવકે અમરેલીમાં રહેતા રઘુભાઇ બશીયા, મહેન્દ્રભાઇ ગભરૂભાઇ વાળા સહિત ૭ જેટલા ઇસમો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હોય, મરી જવા મજબૂર કર્યાની ફરીયાદ નોંધાઇ જે મૂળ રકમ તથા વ્યાજ સહિતના રૂપિયા પાછા આપવા માટે થઇ આરોપીઓ અવાર-નવાર રૂબરૂ તથા ટેલીફોન દ્વારા કડક ઉઘરાણી કરી અને જો રૂપિયા પરત નહીં આપે તો આ ગૌતમભાઇ તથા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય અને અવાર-નવાર આ યુવકના ઘરે અને નોકરીના સ્થળે રૂબરૂ જઇ ઉઘરાણી કરી તેમનું મોટર સાયકલ લઇ અને વ્યાજ વસુલ કરી મોટર સાયકલ પરત કરી ધાક ધમકીઓ આપતા હોય જેથી આ ગૌતમભાઇને ત્રાસ સહન નહીં થતા અને આરોપીના યેનકેન પ્રકારના ત્રાસના કારણે મરી જવા મજબૂર કરતા ગૌતમભાઇએ ગત તા. ૧૧/૩ના રોજ ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા આ બનાવમાં મૃતકના ભાઇ સત્યમભાઇ મકવાણાએ દાદભાઇ વાળા, રવિભાઇ વાઢાળા, સંજયભાઇ બસીયા, મહેન્દ્રભાઇ ડાંગર સહિત ૭ જેટલા શખસો સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)
  • દાર્જીલીંગના ભાજપના બુથ લેવલના ડેટા લીક થઈ ગયા? તૃણમુલ કોંગ્રેસ તરફ અંગુલી નિર્દેશ: જાણીતા ડેટા એનાલીસ્ટ જી.પ્રધાને ટ્વીટ કરી જણાવ્યું છે કે ભાજપના દાર્જીલીંગ યુનિટના બુથ લેવલના જે ડેટા માહિતી એકત્ર કરાયેલ તે લીક કરવામાં આવ્યાનું અને ટીએમસીના હાથમાં પહોંચ્યા છે : નાણાની કમાલના જોરે આ ડેટાને એકથી બીજાના હાથમાં ચાલ્યા ગયાનો પણ નિર્દેશ કર્યો છે. access_time 11:28 am IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST

  • ગુજરાતમાં એસીડ એટેકના વધતા કિસ્સાઓના નિયંત્રણ માટે હાઇકોર્ટમાં રીટ પીટીશન : અદાલતે નોટીસો આપી : ગુજરાત હાઇકોર્ટમાં એસિડ પર નિયંત્રણ મુકવા માટે અરજી થઇ છેઃ રાજયમાં એસીડ એટેકના કિસ્સા ન બને તે માટે આ અરજી થઇ છેઃ ગુજરાત હાઇકોર્ટે એસીડના વેચાણ પર નિયંત્રણની અરજી સ્વીકારી : રાજય સરકાર સામે નોટીશ જારી કરીઃ એસીડના ખરીદ વેચાણને લઇ સુપ્રિમકોર્ટે ગાઇડ લાઇન જાહેર કરી હતીઃ સુપ્રીમે કહયું કે રાજય સરકારે ગાઇડ લાઇન પ્રમાણે નિયમો નથી બનાવ્યાઃ આ મામલે રાજય સરકારને હાઇકોર્ટેમાં જવાબ રજુ કરવાનો રહેશે access_time 4:14 pm IST