Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ખંભાળીયામાં ૭૨ વર્ષના માનસિક દિવ્યાંગનું ટ્રેન હડફેટે મોતઃ મૃતકનું 'હૃદય' છુટુ પડી ગયું: હૈયુ હચમચાવતી ઘટના

તસ્વીરમાં મૃતકનો પગ તથા છુટુ પડી ગયેલ હૃદય નજરે પડે છે (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

ખંભાળિયા, તા. ૨૦ :. આજે સવારે ૧૦.૩૦ વાગ્યે જતી ઓખા પુરી ટ્રેઈન નં. ૧૮૪૦૨ ખંભાળીયાથી જામનગર જતી હતી ત્યારે ૨૩૧ નંબરના ફાટક પાસે જિલ્લા સેવા સદનની આગળ લાલપુર રોડ પાસે એક પ્રૌઢ ટ્રેઈન હડફેટે આવતા તેના ટુકડા થઈ જતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

બનાવની જાણ થતા ચાલકે ટ્રેઈન થોભાવીને આ અંગે રેલ્વે પોલીસને જાણ કરતા જમાદાર જેતશીભાઈએ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈને આગળ તપાસ હાથ ધરી છે.

મૃતક ભરતભાઈ વિઠ્ઠલભાઈ નામના ૭૨ વર્ષના પુષ્કર્ણા બ્રાહ્મણ પ્રૌઢ હતા તથા અપરીણિત હતા અને માનસિક દિવ્યાંગ હતા. બનાવની જાણ થતા પુષ્કર્ણા બ્રહ્મ સમાજના ચેતન લીલાધર જોશી, નીતિન વિઠ્ઠલદાસ આચાર્ય વિ. તથા મૃતકના કુટુંબીજનો ઘટના સ્થળે પહોંચી ગયા છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે પ્રૌઢના પગ પાટા પર કપાઈ ગયા હતા અને મૃતદેહના ટુકડા ટ્રેક પર પડયા હતા અને મૃતકનું હૃદય પણ છુટુ પડી ગયુ હતું.

(3:52 pm IST)