Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

હળવદની બ્રિલિયન્ટ શાળાનો વાર્ષિક ઉત્સવ

હળવદઃ એક અનોખા કાર્યક્રમનુ 'એકજ ડાળના પંખી' બ્રિલિયન્ટ સ્કૂલ હળવદનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણીક વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો. બ્રિલીયન્ટ સ્કુલ હળવદ નો વાર્ષિક ઉત્સવ બ્રાહ્મણની ભજન શાળા ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હળવદ નગરપાલિકાના પ્રમુખ હીનાબેન રાવલ, વિજયભાઈ જાની, અવનીબેન જોશી, ગીરીશભાઈ લકુમ, રાજેન્દ્રસિંહ રાણા, નરભેરામભાઈપટેલ, નવલભાઈશુકલ, ગજેન્દ્ર ભાઈ મોરડીયા, અતુલભાઇ પાઠક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બ્રિલીયન્ટ સ્કૂલના એમ.ડી. નરેશભાઈ રાવલ અને સુરેશભાઈ પટેલે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. બ્રિલીયન્ટ સ્કુલનો એક જ ડાળના પંખી નામ નો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોએ પોતાના રહેલી કલા શકિત પરિચય જુદા જુદા ડાન્સ તથા ગીતો ઊપર અભિનય દ્વારા પરિચય આપ્યો હતો અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે નરેશભાઈ રાવલ સુરેશભાઈ પટેલ તેમજ આચાર્ય તથા શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હરીશ ભાઈ શુકલે હતું. આ સમગ્ર કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો. વાર્ષિકોત્સવમાં રજુ થયેલ એક કૃતિની તસ્વીર. (તસ્વીર-અહેવાલઃ હરીશભાઈ રબારી.હળવદ)

(2:07 pm IST)