Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

સાંઢની 'ડોન'ગીરી...

ભાવનગરઃ જિલ્લાના તળાજામાં ઠેર ઠેર આખલાઓ, ગાયો રસ્તા પર અર્ડિંગો જમાવી રહ્યા છે. તેમાંય શહેર મધ્યે આવેલ તિલકચોક વિસ્તારમા એક સાંઢને દુકાનદારો  'ડોન' તરીકે સંબોધે છે. કારણકે કોઈપણ વ્યકિત ખાદ્યપદાર્થ લઈને ઝબલા કે થેલીમાં લઈને નીકળે તો દાદાગીરીપૂર્વક મોઢા વડે થેલી કે ઝબલુ રાહદારીના હાથમાંથી ઝૂંટવી લઈ સાંઢ આરોગી જાય છે. આ સાંઢની ખાસિયત એવી છે કે ગમે તેટલું પેકીંગ હોય તો પણ તે ખોલી નાખે છે.

(2:10 pm IST)